________________
પ્રવેશ ૧૦ મા
૪૩૫
સુદર્શના-રાણી તરીકેની મારી કીતિ, મારૂં ગૌરવ -મધાંને મે ફગાવી દીધાં છે. પણ છે આજે કાઇ મારા સૂકા ઉજ્જડ વેરાન જેવા હૃદયને સાંત્વન આપનાર ? અરે ! આખા વિશ્વમાં હું એકલી, અટૂલી, નિરાધાર, નિઃસહાય પડી છું ! મારૂં એકલવાયાપણું મને ચારે ફારથી સાલી રહ્યું છે !
સુરગમા—રાણીજી ! તમે છેક એકલાં નથી જ.
સુદર્શના—સુર'ગમા ! તારાથી હવે મારે કાંઇ જ ગુપ્ત નથી રાખવું, તેણે મારા મહેલને આગ લગાડી ત્યારે મને તેના ઉપર રીસ નહાતી ચઢી. તે વખતે એક પ્રકારના અવનવે આનંદ અંદર રહ્યો રહ્યો. મારા હૃદયમાં થનગનાટ કરી રહ્યો હતા. તેણે જે પાપ કર્યુ તે પણ કેટલું ભવ્ય, કેટલું વિશાળ ! કેટલું ઉજ્જવલ તેનું સામર્થ્ય ! તેણે જ મારા દિલમાં પ્રાણના સંચાર કર્યો અને મારામાં નવું બળ, અને નવું જોમ પ્રેયું. તે ભય'કર આનંદના. નશાને લીધે એક પળવારમાં હું મારૂ સસ્વ ફેકી દેવાને સજ્જ થઇ ગઈ. પણ તેમાં શું મને મારી કલ્પનાએ ઠંગી હતી ? નહિ તેા શા માટે આટલા બધા દિવસ થયા છતાં તે હજી મને માતુ જ નથી બતાવતા ?
-
સુરગમા—તમારા મનમાં છે તેણે મહેલને આગ નથી લગાડી તે કામ તા કાંચીના રાજાનું હતું.
સુદર્શના—નામ ! ખાયલા ! પણ ખરેખર, શું એ નામ જ છે ? આવા રૂપાળા, આવા મનમેાહક અને છતાં તેનામાં મોંઇ જ નહિ એ શુ ? ત્યારે આવા બે બદામના પૂતળા ઉપર માહીને હું છેતરાઈ ! ધિક્કાર છે મને ! મારી શરમના હવે આડા આંક રહ્યો નથી. ××× × પણ સુરગમા ! તારા રાજાજી પાછા મને તેડવા આવે એવું તને નથી લાગતું ? (સુરંગમા કશે! જવાબ આપતી નથી.) મને તેમને ઘેર પાછું જવાનું મન થાય છે એમ ર્નાહ માનતી ડે; કદી નહિ. તારા રાજા જાતે મને તેડવા આવે તાપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com