________________
૪૩૦
અધારા રંગમહેલના રાજા
શી છે ?.............હવે મને કાઇ રાકનાર નથી. હું મારી માલિક છું. પણ સુરંગમા! મારે રાજાને એક વાત પૂછી લેવી હતી પરંતુ મારી જીભ ન ઉપડી. તું જાણતી હોય તા કહે. તેમણે કદી પેાતાના કેદીઓને પ્રાણદંડની સજા કરી છે કે નહિ ?
સુરગમા—એવી સજા તેા રાજા કોઈને કદી પણ કરતાજ નથી.
સુદર્શના—ત્યારે કેવી સજા કરે છે?
સુરંગમા—તે તે તેમને છૂટાજ મૂકી દે છે. જીએને, કાંચીનેા રાજા પોતાના પરાજય કબૂલ કરીને પોતાના રાજ્યમાં જતા રહ્યો ને !
સુદના—હાઆશ ! હવે મને નિરાંત વળી ! સુરંગમા-રાણીજી ! મારી એક વિનતિ સાંભળશે ?
સુદર્શના—તે તારે મને કહેવું જ નહિ પડે, રાજાનું આપેલુ' જે કાંઈ ઝવેરાત મારી પાસે છે તે બધું જ હું જતાં જતાં તને આપતી જઇશ. તે પહેરવાને માટે હું લાયક રહી નથી.
સુર’ગમા—રાણીજી ! મારે તેમાંનું કાંઈજ નહિ જોઈએ. મારા માલિકે મને કાઇ પણ જાતનાં ઘરેણાં આપ્યાં જ નથી. મારી નરી સાદાઇ જ મારે માટે પૂરતી છે. હું પહેરીને લેાકેાની આગળ મેાટાઇ કરૂ એવું તેમણે મને કશુજ આપ્યું નથી.
સુદર્શના—ત્યારે તારે શુ જોઇએ છે?
સુરંગમારાણીજી ! તમે જ્યાં જાઓ ત્યાં મને તમારી સાથે ને સાથેજ આવવા દો.
સુદર્શના—હજી જરા વધારે વિચાર કર. તું તારા માલિકને છોડીને મારી સાથે આવે છે તે ધ્યાનમાં રાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com