________________
પ્રવેશ ૩ જે
४०५
કાંચી–અમારે માટે તે અમને કશે એ સંકેચ નથી–માત્ર તમને પિતાને તમારા હિતની ખાતર સંકેચની જરૂર હશે એમ ધારીને અમારે આટલી સાવચેતી લેવી પડી છે.
“રાજા”—તમારે તેની કશી ફિકર-ચિંતા ન કરવી.
કાંચી–ચાલ ત્યારે, તારું મસ્તક જમીનને અડકાડીને પહેલું અમારૂં સન્માન કર. - “રાજા”—અમારા અતિથિમંડપમાં અમારા સેવકોએ તમને વારુણી નામને શરાબ છૂટે હાથે પાયે લાગે છે.
કાંચી–હરામખોર ધૂત ! અમે નહિ પણ તે જ ખૂબ ચઢાવ્યું હશે; તેમાં જ તારૂં મગજ ફરી ગયું છે. ચાલ, હમણાં ને હમણાં તારું મસ્તક જમીનને અડકાડે છે કે નહિ? નહિ તે અબ ઘડી જ તને ભેંયભેગું કરી નાખું છું.
રાજા” આવી બેઅદબીભરેલી મશ્કરી કરવી એ તમને રાજાઓને શોભે નહિ.
કાંચી–અમને શોભે નહિ તે જેને શોભે તે કાંઈ અહીંથી દૂર નથી; સેનાપતિ !
રાજા”—માફ કરે, માફ કરે. હું તમને અરજ કરૂં છું. મારે જ તમને સૌને વંદન કરવું જોઈએ. મારું મસ્તક પિતાની મેળેજ નીચું નમે છે–તેને નમાવવાને વાસ્તે આકરા ઉપાય લેવાની જરૂર જ નથી. હા, આ હું તમને સૌને શિરસા વંદન કરું છું. હવે બાપજી મને અહીંથી છૂટે કરો. ફરીથી હું કઈ વાર તમારી આગળ મારું મોટું નહિ બતાવું.
કાંચી–તું હવે જાય ક્યાં ? તને અમે આ મુલકને રાજા જ બનાવી દઈશું-ફારસ ભજવવા બેઠા ત્યારે પૂરેપુરુંજ ભજવી નાખવું. બોલ, તને રાજા માનનારા કેટલાક છે?
રાજા”—જોઈએ એટલા છે. મને જે કઈ જુએ છે તે બધાજ મારા અનુયાયી બની જાય છે. શરૂઆતમાં જ્યારે મારી પાછળ ડાં માણસો હતાં ત્યારે તે સૌ મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com