________________
૪૦૪ અંધારા રંગમહેલના રાજા હશે, પરંતુ જરા બારીક નજરે જુએ તે તમને તેનું પિલ માલૂમ પડયા વગર રહે જ નહિ. જુઓ, હવે હું તમારા સૌના દેખતાં જ તેને કે ઉઘાડે પાડું છું તે.
[વેશધારી “રાજા” દાખલ થાય છે.] “રાજા”—રાજાએ ! હું તમને મારા રાજ્યમાં આવકાર આપું છું. મને આશા છે કે, મારા અમલદારે એ તમારે યથાયેગ્ય સત્કાર તે કર્યો જ હશે.
રાજાઓ(સભ્યતાને ડેળ કરીને) હે ! સત્કારનું તો પૂછવું જ શું ? કશી જ ઉણપ નથી આવી.
કાંચી–અને જે કંઈ જાતની ઉણપ રહી ગઈ હોય તે પણ છેવટે આપ નામદારે અમને દર્શન આપીને જે માન આપ્યું છે તેનાથી તે પૂર્ણ થઈ ગઈ છે.
રાજા”—અમે અમારા પ્રજાજનેને તે કદી દર્શન આપતાજ નથી, પણ અમારા તરફ તમારી આટલી બધી ભક્તિ અને નિષ્ઠા છે તે જોઈને તમને દર્શન આપવાનું અમે મુનાસિબ ધાર્યું.
કાંચી–આપ નામદારની કૃપાને ભાર ઉપાડવા અમે અસમર્થ છીએ.
રાજા”—અમારાથી હવે વધારે ભાય તેમ નથી.
કચી–તે તે અમે જાણતા જ હતા. તમે હજી પૂરેપુરા તૈયાર થયા છે એમ જણાતું નથી.
“રાજા”—દરમિયાન જે તમારે અમારી આગળ કાંઈ અરજ ગુજારવી હોય તે
કાંચી–તેવું કાંઈક છે પણ ખરું, પણ અમો આપ નામદારની સાથે ખાનગીમાં વાત કરવા ઈચ્છીએ.
“રાજા”—પિતાના અનુચરવર્ગને) તમે બધા જરા દૂર જતા રહે. (તેઓ જતા રહે છે) હવે તમારે જે કાંઈ કહેવું હોય તે વિનાસંકોચે કહી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com