________________
૩૦૮ અંધારા રંગમહેલને રાજા વારૂ, તમે મને અંધકારમાં જોઈ શકે છે ખરા ?
રાજા–હું તે જોઈ શકું છું. સુદર્શના–કહે, શું જુએ છે?
રાજા–શું જોઉં છું? સાંભળો. અનંત બ્રહ્માંડમાં ઘરતે નિબિડ અંધકાર, મારા પ્રેમના પ્રભાવ વડે જીવંત અને ગતિમાન બનીને, પિતાનામાં અનંત તારાગણના જાતિના સમૂહ કેન્દ્રિભૂત કરીને એક મૂર્તિમંત સાવયવ આકૃતિનું રૂપ ધારણ કરે છે. અને આકૃતિની અંદર અનંત યુગનાં ચિંતન અને આત્મમંથનનાં નવનીત, સીમારહિત
મરાશિનાં અગણ્ય સ્પંદન, અસંખ્ય તુચક્રોનાં અમાપ દાન–એ બધું હું તમારામાં જોઉં છું.
સુદશના–ખરેખર ! તમે કહે છે તેવી હું વિસ્મયજનક અને સુંદર છું? તમે આવું કહે છે ને ત્યારે મારું હૃદય આનંદ અને ગર્વથી ફાટ ફાટ થાય છે. પણ તમે મારે વિષે આટલી બધી આશ્ચર્યકારક વાત કહી તે મારે સાચી માનવી કે નહિ? હું તે મારામાં એવું એવું કાંઈજ જતી નથી.
રાજા–તમારા નાનકડા દર્પણમાં એ બધાનું સંપૂર્ણ પ્રતિબિંબ નથી પડી શકતું–તમારું દર્પણ તમે છે તેના કરતાં તમને નાના બતાવે છે, તમારા પ્રભુત્વની મર્યાદા બાંધે છે અને તેથી તમે તમારી નજરે અતિ લઘુ અને ક્ષુદ્ર દેખાઓ છે. પણ મારા મનરૂપી દર્પણમાં જે તમે તમારું પ્રતિબિંબ જુએ તે તમારું ખરું પ્રભુત્વ, તમારી અસલ ભવ્યતા ખીલી ઉઠે. મારા હૃદયની અંદર જે તમારું પ્રતિબિંબ છે તે તમે રોજ જ તમારી નાનકડી આરસીમાં જુઓ છે તેવું મર્યાદિત નથી. ત્યાં તે તમે મારી પૂર્ણ અભિન્ન મૂતિરૂપે વિરાજે છે.
સુદર્શના–ત્યારે એક વાર મને તમારી આંખે જોતાં શીખવી જાઓ ને ! તમારે મન તે ત્યારે અંધકાર જેવું કાંઈ જ નહિ ખરૂં? આ વિચાર કરતાં તે હું ચમકી ઉઠું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com