________________
પ્રશ્ન ૨ જે
હું જમીન ઉપર પડીને ઉંધતી હોઉં અને તમારે . સાદ મારાથી કદાચ ન સંભળાય છે તેથી શું હું જાણું ત્યાં સુધી તમે બહાર જ ઉભા રહેશો ?
- તમારા રથની ગર્જનાથી આખી પૃથ્વી નથી પણ ધણતી ?
ત્યારે તમે શું તમારે હાથે દરવાજા ઉઘાડીને અણતેડયા અંદર નહિ પધારે ?
( રાણુને) રાણજી ! તમે જ તમારે હાથે દરવાજે નહિ ખેલો ત્યાંસુધી તે અંદર નહિજ પધારે.
સુદશના–મને તે આ અંધકારમાં કશું જ સ્પષ્ટ દેખાતું નથી-દરવાજે કઈ દિશામાં છે તેની જ મને ખબર નથી. તું અહીંની પૂરી ભેમીએણુ છે. મારે બદલે તુંજ જઈને બારણાં ઉઘાડી આવ.
[ સુરંગમાં કમાડ ઉઘાડે છે. રાજાને વંદન કરીને બહાર ચાલી જાય છે. રાજા આ પ્રવેશમાં અદશ્ય જ રહે છે. ]
સુદર્શના–શા માટે તમે મને પ્રકાશમાં તમારું મુખ જેવા દેતા નથી?
રાજા–ત્યારે તમારે મને ધૂળે દિવસે હજારે પદાર્થોની વચમાં જ છે એમ? તે કરતાં અંધકારમાં તમે મારા એકલાને જ પશ અનુભવો તે બહેતર નથી ?
સુદર્શના–પણ મારે તમને જેવાજ છે. હું તમને નિરખવા તલસી રહી છું.
રાજા–રાણી ! મારું દર્શન તમારાં ને નહિ ખમી શકે. તમને તેનાથી તીવ્ર, અસહ્ય પીડા થશે.
સુદર્શના–કેમ જાણ્યું કે, મારાં નેત્ર તમારું દર્શન નહિ જ ખમી શકે ? આ ઘન અંધકારમાં પણ તમારા માત્ર સ્પર્શથી જ મને લાગે છે કે તમે અત્યંત સુંદર છે, અત્યંત વિસ્મયજનક છે. જે એમજ છે તે પછી તમને અજવાળામાં જઈને હું શા વાસ્તે ભયગ્રસ્ત થઈ જાઉં? પણ લા. ૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com