________________
૩૯૦
અંધારા રંગમહેલના રાજા
પણ હું તો તે સેનાના મૃગની શોધમાં ભટક્યાજ કરવાના !
તે ચપળ ગતિવાળું મૃગલુ' મારી આંખ આગળ કોઇ અગમ્ય સ્વપ્નની માફક દેખાય છે અને તેજ પળે પાછું અલોપ થઇ જાય છે !
વનવનમાં છૂટુ વિરહનાર, સદા વિમુક્ત અને સદા સ્વતંત્ર, એવું તે મૃગલું વીજળીના ઝબકારાની માફક મારી આંખ આગળ આવે છે અને પાછુ પળવારમાં ક્યાંનું કાં ઉડી જાય છે ! હું તેને પકડવા હાથ લંબાવું તે પહેલાં તે તે પેાતાની પાછળ ધૂળના ગેાટાની વચમાં ઝાંખી—— જોવાય ન જોવાય એવા આભાસ જેવી-આકૃતિ માત્ર મૂકીને મારી દૃષ્ટિની બહાર નીકળી જાય છે !
હું વનેવન રડીશ તાપણુ તે કદી મારે હાથ આવવાનું નથી; છતાં હું તેની પાછળ ભટક્યા જ કરૂ છું. જેના ચિત્તને કદી પણ કરાર નથી એવા રખડેલ ભામટાની માફક હું તેની શેાધમાં વનવનમાં, ખેતરે ખેતરમાં, જેનાં નામઠામ પણ કાઇ જાણતું નથી એવા પ્રદેશમાં સતત રવડયા જ કરૂં છું, અને રવડતાં હું કદી થાકવાનેા નથી. તમે સૌ બજારમાં આવી આવીને મનમાનતી ચીજો ખરીદીને, ભાત ભાતના પદાર્થોં સહિત પાતપેાતાને ઘેર પાછા કા છે. ત્યારે મને અગમ્ય ઊંચાં ગિરિશિખરા ઉપરના ઉન્મત્ત મતા ચૂમતા ચાલ્યા જાય છે. મને દેશ અને કાળનું ભાન રહ્યું નથી.
જે વસ્તુ મને કદી પ્રાપ્ત થઇ નથી તેને માટે હું મારૂં સર્વસ્વ ગુમાવી ખેઠો છુ. તમે સૌ તમારા મનમાં એવું સમજો છેઃ મેં જે કાંઇ ખાયું છે તેને માટે હું રડતા હાશ અને બળાપા કરતા હોઇશ ?
ના ના, મેં તેા ગાતાં ગાતાં અને હસતાં હસતાં મારા તમામ શાકસતાપને દૂર દૂર ફગાવી દીધાં છે.
હું તેા વનેવનમાં, ખેતરે ખેતરમાં, જેનાં નામઢામ પણ કોઇ જાણતુ નથી એવા પ્રદેશામાં રવડું છુ−રઝળુ હ્યુ, હું રખડેલ છુ' અને સદાએ રખડેલ રહેવાના .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com