________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૧
પણ એવી ભૂલ કરીશું? પારકાના ઉપર વિરક્ત થઈને શું તેનું વેર આપણું જાત ઉપર લઈશું? એ કામની રીત ન હોય.
વિરોધમાત્રમાં શક્તિને ખર્ચ થાય છે-અનાવશ્યક વિરોધમાં તે નકામે ખર્ચ થાય. દેશના હિતવ્રતમાં જેઓ કમોગી છે, તેમને તે પગલે પગલે કાંટા ખાવાની ને સહન કરવાની જરૂર પડશે; પણ શક્તિને ઉદ્ધત કરી દેખાડવા માટે દેશના યાત્રામાર્ગમાં પોતે જ કાંટા વાવવા એ શું દેશહિતષિતા છે
આપણે આ જે વિદેશીત્યાગનું વ્રત લીધું છે, એનુંજ દુઃખ કઈ જેવું તેવું નથી. ખુદ યુરેપના જ ધનવાને પિતાને ધનવૃદ્ધિને માર્ગ ખુલ્લો રાખવા માટે મજૂરોને નાગપાશ વડે બાંધી લે છે અને તેને લીધે ત્યાં કેટલા કઠણ આઘાત–પ્રતિઘાત થાય છે! આપણા દેશમાં એજ ધનવાને માત્ર ધનવાને જ નહિ, પણ જેલના દારેગા સુદ્ધાં લિવરપૂલનું નિમક ખાય છે.
તેથી આ દેશનું જે ધન લઈ પૃથ્વીમાં તેઓ એશ્વર્યને શિખરે ચઢયા છે તે ધનના રસ્તામાં આપણે પથરે મૂકીએ તો તેઓ એમ સહજમાં આપણને છોડી દેશે નહિ. એવી અવસ્થામાં જે બળ આપણું સામે આવી પડશે, તેની સાથે રમત કર્યો નહિ ચાલે-આરામ વિશ્રામ છોડીને આપણી સમસ્ત શક્તિ અને સહિષ્ણુતાને ઉપગ કરે પડશે. એવી સ્થિતિમાં જેઓ વગરકારની ઉદ્ધતાઈ અને ગરમ વાયોથી આપણું કમમાર્ગમાં વિદને નાખી માગ વધારે મુશ્કેલ કરશે, તેઓ શું દેશના અપરાધી નથી ? કામની કઠોરતાને સંપૂર્ણ રીતે ઉપાડી લઈશું, કશાથી પરાભવ સ્વીકારીશું નહિ, દેશના શિલ્પ-વાણિજ્યને સ્વાધીન કરી પિતાની શક્તિને અનુભવ કરીશું, દેશની વિદ્યાશિક્ષાને સ્વતંત્ર કરીશું, દેશના કર્તવ્યસાધનને ઉપચેગી થાય એવી રીતે સમાજને બળવાન બનાવીશું એમ કરવા જતાં ઘેર અને બહાર દુઃખ અને વિદ્ગોને પાર રહેશે નહિ, એ માટે અપરાજિત ચિત્તે તૈયાર થઈશું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com