________________
પબના પ્રાદેશિક સમેલનમાં આપેલું ભાષણ ૩૩૯
કે વિધાતા આપણા નાશ કરી શકે, પણ મનુષ્યત્વને અપમાનિત થવાને માર્ગે ચઢાવે નહિ.
એટલા જ માટે જોઇ શકીએ છીએ કે, સરકારના દાનની સાથે જ્યાં આપણી શક્તિના જોગ જોડી શકાય નહિ, ત્યાં એ દાન વાંકું વળી આપણને અનેક વિપમાં નાખી દે ! વિશ્વાસુ પોલીસ જ દૃસ્યુવૃત્તિ કરે તેા તેના પ્રતીકાર કરવા અસ‘ભવ થઇ પડે; સરકારની કૃપા પામેલી પ'ચાયત જ્યારે ગુપ્તચરનું કામ કરે, ત્યારે ગામમાં એ કેવા માટેા ઉપદ્રવ કરે, તે કહી શકાય નહિ; સરકારની નાકરી જ્યારે અમુક વર્ગના લાકને કૃપા કરી આપવામાં આવે, ત્યારે ઘરની અંદર જ દ્વેષ પેસી જાય; અને રાજમંત્રીસભામાં જ્યારે અમુક સપ્રદાયના લાકને માટે જ આસન પાથરવામાં આવે ત્યારે કહેવું પડે કે, તમારા ઉપકારની અમને ગરજ નથી, તમે તમારી કૃપા પાછી લઇ લ્યા. આપણા પેાતાનામાં જ સતેજ શક્તિ હાય તાજ આ વિકૃતિઓ બનવા પામે નહિ; આપણામાં દાન ગ્રહણ કરવાની અને તેનું રક્ષણ કરવાની શક્તિ હાય તેા દાન આપણે માટે કાઇ અવસ્થામાં બલિદાન થઇ પડે નહિ.
એટલે હુ કહું છું તેથી એમ નહિ સમજવું કે, આપણા કમની કંઇ જ વ્યવસ્થા સરકારની સાથે કરવાની નથી; પણ સમજવાનું એ છે કે, પેાતાની પૂરી શક્તિ વાપરીને ક માં પ્રવૃત્ત થઇએ તેાજ તેની વ્યવસ્થા સર્વ સ્થાનેથી કરવાના અધિકારી થઈએ; નહિ તેા આપણી દશા કથામાં કહી છે એવી થશે. આપણે માતા કાલીને પાડાની માનતા માનતી વખતે વિચાર કરીએ નહિ, પણ જ્યારે પાડા ચઢાવવાના દિવસ આવે ત્યારે માની ઘણી ઘણી ક્ષમા માગીએ, જંતુ લાવીને ચઢાવીએ ને માને કહીએ કે, મા ! તમારા ખેતરમાંથી પાતેજ પાડા ખેાળી ચા ને. આપણે પણ વાત કરતી વખતે તે મેાટી માટી વાત કરીએ અને અંતે દેશનું એક સામાન્ય કામ કરવાનું હોય ત્યારે બીજાની ઉપર નાખી દઇ ખસી જવાની ઇચ્છા કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com