________________
૩ર૦
ભારતધર્મ
યા કુમળા રંગુન, એજ દેવતા આપણું આ મહાસભામાં શુભ બુદ્ધિસ્વરૂપ વિદ્યમાન રહી આપણા હૃદયમાંથી સમસ્ત ક્ષુદ્રતા દૂર કરે, આપણાં ચિત્તને પરિપૂર્ણ પ્રેમમાં મિલા અને આપણી ચેષ્ટાને મહાન લક્ષ્યમાં પ્રવેશાવે, એવી એકાન્તચિત્તે પ્રાર્થના કરી અગ્ય હોવા છતાં પણ આ મહાસભાના સભાપતિનું આસન ગ્રહણ કરે છું.
વળી જાણું છું કે, એ સમય આવે કે જ્યારે અગ્યતાજ વિશેષ યોગ્યતાનું સ્વરૂપ ધરી ઉઠે.
આજ સુધી દેશની રાષ્ટ્રસભામાં સ્થાન પ્રાપ્ત કરવા માટે મેં પિતાને તૈયાર કર્યો નથી, તેથી મારામાં તેવી શક્તિને અભાવ અને સ્વભાવની ખામી પ્રકટ થઈ છે. - એ ખામીને લીધે હું સર્વ દળેથી બહાર છું અને એ કારણે હું સર્વથી નિવિરોધી છું, એમ માનીને સભાપતિના ઉચ્ચ આસનને નિરાપદ કરવાને માટેજ આપે મને અહીં બેસાડે છે. આપની એ ઈચ્છા જે સફળ થશે તે હું ધન્ય થઈશ; પણ રામચંદ્ર સત્યપાલનને માટે જ્યારે વનવાસ ગયા અને પછી ભરતે જે ભાવે રાજ્યરક્ષાને ભાર લીધો હતો, તેમજ હું પણ મારા નમસ્ય મેષ્ઠ ગણની પાદુકાને મનની આગળ રાખીને મારી જાતને હેતુસ્વરૂપ આ સ્થાને સ્થાપું છું.
રાષ્ટ્રસભાનાં કોઈ દળ સાથે મારે ઘાડે યોગ ન હોવાથી આજ કાંગ્રેસમાં જે આત્મવિપ્લવ થઈ ઉઠયો છે તેને દૂરથી જોવાને મને સુગ મળે છે. જેઓ એની અંદર હતા, તેઓએ સ્વાભાવિક રીતે જ એ ઘટનાને એવે પ્રચંડરૂપે જોઈ છે અને તેથી એવા ભારે અહિતની શંકા કરી છે કે હજી પણ તેમના મનને ક્ષેભ દૂર થતું નથી.
પણ જે ઘટના બની જ ગઈ છે તેને વેદનાની અંદર વીટી રાખવાની ચેષ્ટા કરવી એ બલિષ્ઠ પ્રકૃતિનું લક્ષણ નથી. કવિએ કહ્યું છે કે, સાચા પ્રેમને પ્રવાહ વિનાવિકને વહે નહિ; સાચા જીવનને પ્રવાહ પણ એજ છે, સાચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com