________________
૩૧૮
ભારતધર્મ
w
છે. આટલા દિવસ રાજકીય હિલચાલને માર્ગે ચાલ્યા છીએ, તેથી બીજો ફળલાભ ગમે એટલે સામાન્ય થયે હશે, પણ નકકી બળલાભ તો થયે છે–નક્કી એથી આપણું ચિત્ત જાગ્રત થયું છે, આપણું જડત્વ દૂર થયું છે. ઉપદેશથી ભ્રમનું મૂળ કદી પણ ઉપડી આવે નહિ, વારંવાર અંકુરિત થઈ ઉઠી આવે. લેગ વડે કર્મને ક્ષય થાય, એમજ ભ્રમ કરતાં કરતાં યથાર્થભાવે ભ્રમશુદ્ધિ થાય; નહિ તો એની જડ મરવાની નહિ. ભૂલ કરતાં મને ભય થતો નથી, ભૂલની શંકાએ નિશ્રેષ્ઠ બેસી રહેતાં ભય લાગે છે. દેશની વિધાતા દેશને વારંવાર વિભાગે ફેકતાં ફેંકતાં માર્ગ દેખાડી દેશે-ગુરુમહાશય પાઠશાળામાં બેસીને માર્ગ દેખાડી શકશે નહિ. રાજમાર્ગે દોડાદેડી કરી જેટલું ફળ પામી શકાય, એટલા સમયમાં પિતાનાં ખેતર ખેડયે વધારે લાભ થવાનો સંભવ છે, એ વાત સારી રીતે સમજાવવાને માટે આટલા દિવસની વિફળતા ગુરુની પેઠે સામી ઉભી છે. એ ગુરુની શિક્ષા જ્યારે હૃદયમાં ઉતરશે, ત્યારે જ જેઓ સડકે દેડે છે, તે ખેતરવાટે ચાલવા માંડશે. અને જે ઘેર પડયા રહ્યા છે, એ તો નથી સડકના કે નથી ખેતરના; તેઓ તે અવિચલિત જ્ઞાનના આડંબર, પડ્યા પડ્યા સર્વ આશાથી, સર્વ સદગતિથી ભ્રષ્ટ થવાના.
આથી દેશને ચાલવું પડશે. ચાલશે તે જ એની સર્વ શક્તિ એની મેળે જાગશે, ખેલશે; પણ વ્યવસ્થિત રીતે ચાલવાને ચાલક જોઈએ, માગનાં સર્વ વિદ્મ ટાળવાને વીખરાઈ પડેલી વ્યક્તિઓનું દળ બાંધવું જોઈએ, સ્વતંત્ર શક્તિઓને એકત્ર કરવી જોઈએ, એક જણનું નાયકત્વ સ્વીકારી દઢ નિયમને અધીન રહી પોતાની મતભિન્નતાને યથાસંભવ નિયમિત કરવી જોઈએ; નહિ તો આપણી સાર્થકતાની શોધની આ મહાયાત્રા દીર્ઘકાળ સુધી કેવળ દેડાદોડીમાં, બૂમાબૂમમાં અને મારામારીમાં નષ્ટ થઈ જશે. (૧૯૦૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com