________________
દશનાયક
૩૧૩
સંતેણે ખાઈએ; વળી જ્યાં પાણીનું દુખ ત્યાં માછલાને પણ અભાવ. સસ્તામાં સસ્તું વીનીન થયું છે. સમસ્ત દેશની જીવનશક્તિને મૂળસંચય ધીરે ધીરે ઘસાતો ન હોય એ એક દિવસ જ નથી. શાહુકારની પાસેથી દેવું કર્યું તે સમયે તે તે વાળવાની શક્તિ હોય, પણ સંપત્તિ ઘસાતાં જે શાહુકાર એક પ્રકારને લેણદાર હતું તે કાયમને થઈ જાય. એમ જ આપણું દેશમાં મલેરિયા, પ્લેગ, કે ગળીઉં, દુષ્કાળ કઈ કઈ પ્રસંગે અતિથિ થતાં, તે શક્તિ ઘસાતાં ધીરે ધીરે ઘરજમાઈ થઈ પડ્યાં ને કાઢયાં જતાં નથી; આપણું મૂળધન ઘસાતું આવ્યું છે, હવે શાહુકાર ઉઘરાણી કરવા આવતું નથી, હવે તે ઘખેતરમાં ને વાડીવજીફામાં પગ જમાવી પડે છે. વિનાશ જે આમ થતે જ ચાલે, તો વર્ષવર્ષને હિસાબ લેતાં પાર કયાં આવે?
આવી સ્થિતિમાં રાજાની મંત્રણાસભામાં-લેજીસ્લેટિવ કોંસિલમાં-એક બે પ્રશ્ન પૂછવા હોય તે પૂછે, એને મને વાં નથી. પણ એથી શું વળી ગયું?ગરજ એના કરતાં આપણને વધારે નથી? ઘરમાં આગ લાગે ત્યારે પોલીસના થાણામાં ખબર આપીને નિરાંતે બેસી શકશે ? ઘરમાં બેરી-છોકરાં બળી મરે, ત્યારે દરેગાની શિથિલતા માટે માજીસ્ટ્રેટ પાસે ફરિયાદી કરવા મોટી સભા ભરશે તેણે વળવાનું શું? ગરજ તે આપણે છે! મરીએ છીએ તે આ પણે! અભિમાન કરવાને, કલહ કરવાને, વાટ જેવાને હવે આપણને વખત નથી. જે કંઈ થાય તે કરવાને માટે આપણેજ કેડ બાંધવી જોઈશે. પ્રયતન કયે હમેશાં કાર્ય સિદ્ધ થાય, ન પણ થાય; પણ બાયલાની નિષ્ફળતા તે સ્વીકારાય ના–ચેષ્ટાવિનાની નિષ્ફળતા એજ પાપ છે-એ જ કલંક છે.
આપણા દેશની જે દુર્ગતિ થઈ પડી છે, તેનું કારણ આપણા પ્રત્યેકના અંતરમાં છે અને આપણું જાત સિવાય બીજા કેઈથી એ કદી દૂર કરી શકાશે નહિ. આપણે પારકાનાં પાપનાં ફળ ભેગવીએ છીએ એ કદી જ સાચું નથી, અને આપણું પાપનું પ્રાયશ્ચિત્ત પારકાથી નિરાંતે
લા. ર૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com