________________
હડ
૨૯૯
વિલાસ-વિહાર, સમુદ્રની પેલી પાર આ પારનું તેમનું ખર્ચ, અહીંથી છૂટી લઈને વિલાયત જાય ત્યારે તેમની ગેરહાજરીમાં અહીંના કામની જોગવાઈ અને તેમનાં પાન એ સે આપણે કરવું પડે. જોતજોતામાં એમના વિલાસની માત્રા વધી ગઈ છે, એ તો સૌ કોઈને જાણીતું છે. એ સૈ વિલાસનું ખર્ચ જોગવવાને ભાર ભારતવર્ષને માથે છે, અને એને પિતાને તે બે વેળા પટમાં નાખવાના પણ સાંસા છે ! એવી સ્થિતિમાં જે વિલાસી બળવાન પક્ષ, તેમનું અંતઃકરણ નિર્દય બને. જે કઈ એમને કહે કે જુઓ, આ હતભાગીઆઓને પૂરું ખાવાનું પણ મળતું નથી, ત્યારે તેઓ સાબિત કરવા મંડી પડે કે, એમને જે ખાવાનું મળે છે તે પૂરતું છે ને સ્વાભાવિક છે. જે સો કારકુને પંદર વીસ રૂપિયામાં મજૂરની પેઠે મહેનત કરી મરે છે, તે પોતાના પરિવારનું શી રીતે પેટ ભરી શકતો હશે એને વિચાર ભારે મહિને ખાતે સાહેબ, વીજળીના પંખા નીચે ઠંડે થઈ જાય ત્યારે પણ કરવાની પરવા કરે નહિ. કારણ કે એ મનને શાન્ત સ્થિર રાખવા ચહાય, નહિ તે એનું ખાધું પચે નહિ ને એને પિત્ત ઉછળી આવે. એને ડાથી ચાલે નહિ. અને ભારતવર્ષ ઉપર જ એને આખે આધાર છે, એ વાત જો નક્કી જ છે તે પછી એ વાત પણ નક્કી જ છે કે, એની ચારે બાજુના લેક શું ખાય છે, શું કરે છે ને શી રીતે દહાડાકાઢે છે એને વિચાર નિઃસ્વાર્થપણે તે એને કદી આવે જ નહિ. વળી એકાદ બે માણસ નહિ, કેવળ એક રાજા નહિ, એક મહારાજા નહિ, પણ સમગ્ર જાતિના ભેગવિલાસ ભારતવર્ષ પૂરા પાડવા પડે. બહુ દૂર બેસીને બાદશાહ જેવા વિલાસ ભેગવવા ઈચ્છે તેમને માટે કશા પણ સગપણ વિનાની પરદેશી જાતિનાં અન્નવસ્ત્ર ઉપર છરી મુકાય છે. આવી નિષ્ઠુર વિષમતા રોજ ને રોજ વધ્યા જાય છે એની કણ ના પાડી શકે તેમ છે? - આથી એક બાજુએ મેટા મેટા પગાર, જાડું જાડું પેન્શન ને લાંબા લાંબા ચોખા; બીજી બાજુએ કેવળ દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com