________________
રહર
ભારતધર્મ
કરે છે, અને અપમાનને માટે બળતરા કરવી એ ભારતની ચોખ્ખી કૃતઘતા છે, ત્યારે તે એવી એવી તમારી સઘળી જૂઠી વાતો તમે રાજગાદી ઉપર હોવા છતાં નકામી જશે, અને તમારે ટાઈમ્સમાં કાગળ લખનારે અને ડેલી મેલને ખબરપત્રી તથા પાનિયર અને ઇગ્લિશમેનના અધિપતિઓ એવી વાતને બ્રિટિશ પશુરાજની ભીમગજનાનું સ્વરૂપ આપી દેશે તે એવા અસત્યથી તે તમને કશું સારૂં ફળ નહિ મળે. તમારા શરીરમાં જે તે છે, છતાં પણ સત્યની સામે આંખ રાતી કરવાનું તમારું જોર નથી. નવો કાયદે કરીને લેઢાની નવી સાંકળ ઘડી શકશે, પણ વિધાતાને હાથે જડી શકશો નહિ.
માટે માનવપ્રકૃતિના મારથી વિશ્વને નિયમે જે લોક ગુંદાપાક ખાઈ બેઠા છે તેની તીખી યાદ આપીને મારા નિબંધથી તેમને ચૂપ કરી શકીશ એવી બેટી આશા હું રાખતું નથી. દુબુદ્ધિ જ્યારે જાગી ઉઠે, ત્યારે એ વાત મનમાં રાખવી જોઇશે કે, દુબુદ્ધિના મૂળમાં બહુ દિવસથી બહુ કારણે એકઠાં થતાં આવ્યાં હોવાં જોઈએ. એ વાત મનમાં રાખવી જોઈએ કે, એક પક્ષને જ્યાં સર્વ પ્રકારે નિર્બળ ને નિરુપાય બનાવી દેવામાં આવે છે ત્યાં સામા પક્ષની બુદ્ધિને નાશ અને ધર્મની હાનિ જરૂર જ થાય છે. જેની ઉપર હમેશાં અશ્રદ્ધા રાખીએ, જેનું રોજ રોજ અપમાન કરીએ તેની સાથે વ્યવહાર રાખવાથી આપણું માન ઉજજવળ રાખી શકાય નહિ. નબળાના સંબંધથી બળિ હિંસક બની જાય ને પરાધીનના સંબંધથી સ્વાધીન હોય તે નિરંકુશ બની જાય. પ્રકૃતિના આ નિયમને કેણ ધક્કેલી શકે ? વધતાં વધતાં વાત ક્યાંયની ક્યાં ચાલી જાય, પણ શું એને ક્યાંય અટકાવજ નહિ ? ચરિત્રના છૂટા મૂકેલા ઘોડાથી આંખમાં ધૂળ ઉડી બુદ્ધિ આંધળી થઈ જાય ત્યારે શું એથી દરિદ્રને એકલાને જ નુકસાન થાય? દુબળાને એકલાને જ દુઃખનું કારણ થઈ પડે?
આ જે બહારના ઘા બહુ દિવસથી દેશનાં દિલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com