________________
૨૮૪
ભારતધર્મ જશે? ભારતવર્ષમાં આપણે મળીશું ને મિલાવીશું; આપણે એ કઠણ સાધના સાધીશું, જેથી શત્રુમિત્રને ભેદ ટળે. પવિત્રતાને તેજે, ક્ષમાને વીચે, ન હારી પડે એવી પ્રેમની શક્તિએ સંપૂર્ણ એવું જે સર્વથી ઉંચું સત્ય છે તેને આપણે કદાપિ અસાધ્ય માનીશું નહિ, તેને નકકી મંગળકારી માની માથે ચઢાવીશું. દુઃખવેદનાને કઠણ માગે ચાલી આજે ઉદાર આનંદિત મનમાંથી સમસ્ત દ્રોહભાવ દૂર કરીશું, જાણ્યે અજાણ્યે વિશ્વને માનવી આ ભારતક્ષેત્રમાં મનુષ્યત્વનું જે અતિ આશ્ચર્યજનક મંદિર જુદા જુદા ધર્મ, જુદાં જુદાં શાસ્ત્ર અને જુદી જુદી જાતિ ઓ વડે બાંધવા પ્રયત્ન કરે છે, તે સાધનામાં આપણે જોગ દઈ મદદ કરીશું, આપણું અંતરની સર્વ શક્તિ એ શક્તિમાં મેળવીને એ મંદિર બાંધવામાં ભાગ આપીશું, એમ જ કરી શકીશું; જે જ્ઞાને, પ્રેમ ને કર્મે ભારતવર્ષના આ હેતુમાં સમસ્ત પ્રાણ દઈ કામે લાગી શકીશું તેજ મોહમુક્ત પવિત્ર દષ્ટિથી સ્વદેશના ઈતિહાસમાં આ એક નિત્યસત્યને જોઈ શકીશું. ઋષિજન કહે છે કે –
स सेतुर्विधृति रेषाम् लोकानाम् । ત દવા પતરા ત્રહ્મ નામ સત્ય' (૧૯૦૬)
T
;
બજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com