________________
રસ્તા ને રસ્તાનું ભાથું
૨૫
લાગે નહિ, ધીરજ એને નકામી લાગે, ખંત નકામી લાગે; ફરને બિન્દુએ જવા માટે ત્યાં પહેાંચવાના ઉપાય લેવા પણ એને તે નકામા લાગે. ગઇ કાલે જેમ પારકાની શક્તિ પર આંધળા થઇ રહેતા, તેમ પેાતાની શક્તિ ઉપર આંધળા થઇને આજે કૂદતા જોઇએ છીએ. તે વખતે પણ કામ કરવું સૂઝતું નહાતુ, આજે પણ કામ કરવું સૂઝતું નથી. એક વાતમાં આવે છે કે, જ્યાંસુધી ખાપ જીવતા હતા ત્યાં સુધી દીકરાને ખેતરમાં જવું સૂઝતું નહિ. આપ ખેતી કરતા ને તેએ મઝાથી ખાતા. આપ મરી ગયા ત્યારે ખેતરમાં તા ગયા, પણ ખેતી કરવા નહિ, બાપે સંતાડેલું ધન ખાદી કાઢવાને ગયા. સાચેસાચું ધનતા હાડકાં નમાવીને ખેતી કરવામાં છે, એ શીખતાં બહુ દહાડા ફેાકટ નીકળી ગયા. ધન કાઇ અદ્ભુત ઉપાયે દાટેલું જડવાનું નથી. સમસ્ત સ'સારના લેાક જેમ મહેનત કરીને ધન મેળવે છે ને ભાગવે છે, તેમ આપણે પણ કરવું પડશે, એ વાત જો આપણે સહજે નહિ શીખી લઇએ તેા ઘા ને દુઃખ રાજ રાજ વધ્યાજ જશે, અને ખાટે માગે જેમ જેમ આગળ ધસીશું, તેમ તેમ પાછા વળવાના રસ્તે લાંખે! અને કઠણ થઈ પડશે,
અધીરાઇથી કે અજ્ઞાનથી સ્વાભાવિક રસ્તા ઉપર અવિશ્વાસ લાવીને, કાઇ અણઘટતા રસ્તા ખાળી કાઢવાની ઉતાવળ કરી મૂકે તેા માણસની ધમબુદ્ધિ ભ્રષ્ટ થાય. ત્યારે સ સાધનને સાધન માની લેવાનું, સં ઉપાયને ઉપાય માની લેવાનું મન થાય. નાનાં નાનાં છે।કરાંને પણ પેાતાની વાતા ચાખ્ખી રીતે ખેલી દેતાં મનને આંચકા લાગે નહિ. મહાભારતમાંના સામક રાજાની પેઠે અવળે ઉપાચે પણ સિદ્ધિયાભ કરવાની લાલચે આપણે અતિ સુકુમાર બાળકાને પણ ચજ્ઞના કુંડમાં હામી બેઠા છીએ. આ અવિચારી નિષ્ઠુરતાનું પાપ ચિત્રગુપ્તની નજરથી ઢાંક્યું રહે તેમ નથી. એનું પ્રાયશ્ચિત્ત શરૂ થઇ ગયુ છે, બાળકા ઉપરની વેદનાથી આખા દેશનું હૃદય ચીરાવા લાગ્યુ છે, હજી કાણુ જાણે કેટલું ચ દુઃખ વેઠવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com