________________
ભારતધર્મ
લેતા. એ ઉંઘમાંથી જાગવાની જરૂર હતી.
એવે સમયે કેણ જાણે ક્યાંથી ઘા આવી પડયે ને ઉંઘ ભાગી ગઈ. પહેલાંની પેઠે સુખસ્વપ્ન જોવાની હવે ઈચ્છા રહી નહિ. ફરી આંખ મીંચવાની ઈચ્છા થઈનહિ, તેય ખુબીની વાત તે એ છે કે, આપણું સ્વપ્ન આપણું જાગરણમાં પણ તરવા લાગ્યાં.
એટલે આપણે માની લીધું કે, પ્રયત્ન નહિ કરીએ તેપણ ફળ એની મેળે આવીજ મળશે, હજીયે માનીએ છીએ કે ફળ મેળવવાના લાંબા માર્ગને, મહેનત બચાવવાને કારણે આપણે ટુંકે કરી શકીએ. સ્વાવસ્થામાં આકાશના તારા હાથમાં લઈ જતા હતા, જાગ્રત અવસ્થામાં પણ એ વાતને ભૂલી શકતા નથી. શક્તિને ઉત્સાહ એટલે બધે આપણામાં વધી ગયા છે, કે બહુજ જરૂરને વિલંબ પણ આપણાથી સહન થઈ શકતું નથી-નકામે લાગે છે. બહારથી પુરાણું દીનતા એની એજ કાયમ છે, અંદરથી નવા જાગેલા ઉત્સાહને જેરે માથું ઉંચું થઈ ગયું છે, એ બેને જેગ કરો કેવી રીતે? ધીરે ધીરે ? રીતે રીતે? બેની વચ્ચેની ઉડી બખલ ઉપર પથ્થરને પૂલ બાંધીને ? પણ અભિમાન વિલંબ ખમે નહિ, મત્તતા બોલે “મને સીડીની જરૂર નથી, હું તો એમજ ઉડવાની; પ્રસંગ પકડીને તે સૌ કોઈ સાધના સાધી શકે, પણ અસાધ્ય સાધન વડે હું જગતને ચમકાવી મૂકું એજ કલ્પના મારા હૃદયમાં રમી રહી છે. પણ જાણવું જોઈએ કે, પ્રેમ જ્યારે જાગે ત્યારે તે શરૂઆતથી જ કામ કરવા ઈચ્છે છે; એ નાના મેટા કશાની ગણના કરે નહિ, કશું કામ પાછળ બાકી રહી જશે એવી શંકા પણ કરે નહિ, પ્રેમ પિતાને સાર્થક કરવા ચહાય, એ પિતાને સાબિત કરવા ઉતાવળે થાય નહિ. પણ અપમાનની લપડાક ખાધે માત્ર જે અભિમાન જાગી ઉઠે, એ તે છાતી ફૂલાવી બોલે કે બસ, હું તે ચાલવાનું નહિ, હું તો થેકડા મારતું જવાનું. એટલે કે સા જગતના લેકને જે કરવું પડે, તે કરવાની એને જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com