________________
રસ્તા ને રસ્તાનું ભાથુ
૨૩૫ વડે એકના-બ્રહ્માના, જ્ઞાને--પ્રેમે-કમે સમસ્ત અનેકતામાં અને સમસ્ત વિરાધમાં પણ સ્વીકાર કરી, માનવીની અતિ ઘણી સાંકડી કમશાળામાં પણ મુક્તિની ઉદાર નિર્મળ જ્યાતિને સળગતી રાખે-ઇતિહાસના આરભથી માંડીને ભારત આપણને એજ આજ્ઞા આપતું આવ્યું છે. કાળા, ગેારા, મુસલમાન, ખ્રિસ્તી, પૂર્વ પશ્ચિમ કાઈ આપણી વિરુદ્ધ નહિ-ભારતના પુણ્યક્ષેત્રમાં સર્વ વિરાધ એક થઇ જવા માટે હજારો વર્ષ લગી કઢાર સાધના કરશે, એટલા માટે તે બહુ પ્રાચીન કાળે અહીનાં તપાવનમાં એકનુ તત્ત્વ ઉપનિષદે સરળ જ્ઞાન સાથે એવી આશ્ચય રીતે ઉપદેસ્યું છે કે તેની જુદી જુદી દિશાએથી જુદી જુદી વ્યાખ્યા આ કરતાં પણ પાર પામી શકાય નહિ.
માટેજ હું સૂચવું છું કે, ખીજા દેશના લેાકને થોડોક ઇતિહાસ જોઇને એમ માની લેવું નહિ કે ભારતવના ઇતિહાસમાં ક’ઇ નથી; તેમાં જે ઉત્પાત ને વિરોધ દેખાય છે તેથી નિરાશ થઈને અધભાવે ન કરવાનું કરી બેસવાનું કઇ પણ કારણ નથી; નક્કી માનજો કે, એ માગે આપણે સફળ થઈ શકીશું નહિ. વિધાતાની ઈચ્છા સાથે પેાતાની ઇચ્છાના ચોગ કરવા એજ સફળતાના સાચા ઉપાય છે, વિધાતાની સામે બંડ ઉઠાવવાથી એ સહજ સફળતાની લાલચ દેખાડી અંતે આપણને વિફળતાના ઉંડા ખાડામાં નાખશે.
માનવીની સમસ્ત મહાશક્તિ વડે જે ભારતવષ ધીરે ધીરે આમ વિરામૂર્તિ ધારણ કરી શકયા છે, સમસ્ત આઘાત, અપમાન, સમસ્ત વેદના સહન કરતે કરતે આ પરમ પ્રકાશને રસ્તે ચાલ્યેા છે, તે ભારતની મહાસાધનાની અંદર પેાતાની અચળ ભક્તિને જોરે સમસ્ત ક્ષેાલ, અધૈય અને અહંકારને ડુબાવી દઈ ભારતવિધાતાના પગ આગળ તેની પૂજાની સામગ્રીરૂપે પેાતાના નિÖળ જીવનને કાણુ અપી દેશે ? ભારતને જગાડનારા આપણા પુરાહિતા ક્યાં ? તેઓ ગમે ત્યાં હશે, પરંતુ એ વાત નક્કી
ભા. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com