________________
રસ્તો ને રસ્તાનું ભાથું
૨૫૭
માત્ર પોતાની નબળાઈજ ખુલ્લી કરી મૂકે છે. સાચી વાત તે એ છે કે, બંગાળી જાતિ ભીરુતાનું કલંક કપાળમાં લઈને બહુ દિવસથી નીચી ડેકે ચાલે છે, ત્યારે ન્યાય-અન્યાય, ઈષ્ટ-અનિષ્ટ વગેરેને વિચાર એક બાજુ મૂકીએ તો આ કલંક આજે છેવાય છે એ વિચારીને બંગાળીને આનંદ થયા વિના રહે નહિ.
એટલા માટે એ વાત સાચીજ છે કે, બંગાળાના મનની જ્વાળા જોતજોતામાં જે પ્રકારે અગ્નિરૂપે પ્રકટી નીકળી છે, એ જોઈને આપણા દેશને કે બીજા દેશને કઈ જ્ઞાની પુરુષ તે એમ અનુમાન ન કરે કે, આમ બનવાનું જ હતું. આજ આપણા આ અકસ્માત્ બુદ્ધિવિકાસને દિવસે, આપણને ઠીક લાગતા લોકને આગળ ધરી તેમની ગાફેલીઅતને માટે તેમને જવાબદાર કરી મૂકવા એ કઈ રીતે વ્યાયસંગત નથી. હું પણ આ ગરબડના દિવસોમાં કેઈની પણ સામે ફરિયાદ કરવા ઈચ્છતા નથી, પરંતુ શાથી શું બન્યું અને તેનું ફળાફળ શું થયું એ બાબતને શુદ્ધ વિચાર કરીને તેમાંથી આપણે આપણે ઠીક રસ્તે કાઢી લેવો જોઈએ. એમ કરતાં જે કઈ એક કે અનેક પુરુષની સાથે મારે મતભેદ દેખાય તે દયા કરીને તેઓ એટલે તે ખ્યાલ રાખશે જ કે, મારી બુદ્ધિને દેષ હવાને સંભવ હશે, મારી દષ્ટિને દોષ દેવાને સંભવ હશે; પણ સ્વદેશહિતની ખામીને કારણે કે સ્વદેશહિતૈષીની વિરુદ્ધ જવાને કારણે હું મારા વિચારમાં ભૂલ કરું છું, એ વાત કદાપિ સત્ય નથી. એટલા માટે મારા અભિપ્રાય તેઓ ભલે ગ્રહણ ન કરે, તે પણ ધીરજ તથા શ્રદ્ધા રાખીને તેઓ વિચારશે તે ખરાજ એવી મને આશા છે.
બંગાળામાં થોડાક વખતથી જે બનાવ બનતા ચાલ્યા છે, એ બનાવોમાં આપણા કયા બંગાળીને કેટલે હાથ છે એ બાબતને ઝીણે વિચાર ન કરીએ, તે આટલું તે નકકી કહી શકાય કે, આપણે દરેકે એ બાબતમાં કાયા વડે, મન વડે કે વાક્ય વડે કંઈને કંઈ ભાગ આપે છે. આથી મનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com