________________
૨૫૬
ભારતધર્મ
દેષભર્યા હોય તો પણ ગભરાઈને અભિપ્રાય આપી દેવા હદ શા માટે ઓળંગી જવી? સમગ્ર દેશના માથા પરના આકાશમાં ભયંકર વાદળાં ઘેરાઈ તેમાં કાટકા થાય છે ને જગતને બાળી ભસ્મ કરી નાખે એવી વીજળી પણ આવી આવીને બીવરાવે છે. એવે વખતે એ વીજળીની સામે દેડાદેડ કરી મૂકવી એ તો ભયંકર છે.
અમુક માણસો પિતાને ગમે તેટલા દૂરદશી માનતા હશે, પણ એટલું તે આપણે કબૂલ કરી દેવું પડશે કે, સ્થિતિ આટલે સુધી આવી પહોંચશે એ તે દેશમાં ભાગ્યે જ કેઈએ કપ્યું હશે. બુદ્ધિ તે થોડે ઘણે અંશે આપણા સૌમાં છે, પણ ચોર છટકી ગયા પછી જે બુદ્ધિ આવે, તે બુદ્ધિ ત્યાર પહેલાં હતીજ એમ તે કહી શકાય નહિ.
બેશક, બનાવ જ્યારે બન્યો છેજ ત્યારે તો સા કોઈને સહજે બોલતાં આવડે છે, આવું બનશે એ તે અમે જાણુતાજ હતા. અને આ પ્રસંગે આપણામાં જેઓ સ્વભાવથીજ કંઈક વધારે ચંચળ છે તેમને સહજે ઠપકે પણ દેતાં આવડે કે, તમે આટલી દેડાડીને કરી હતી તે ઠીક થાત.
આપણે હિંદુ, વળી બંગાળી. શબ્દમાં ગમે એટલા લાંબા પહોળા થઈએ છીએ, પણ કામમાં એટલા આગળ ચાલતા નથી, એ બાબત તો દેશવિદેશમાં આપણે માથે કલંક છે. એટલા માટે તે આપણે બાબુ લેક અંગ્રેજની ગાળે ખાઈ લાતો ખાઈ પાછા આવીએ છીએ. બંગાળીના ગમે તેવા ભયંકર શબ્દોમાં પણ ભય નથી, એ વાતની તે આપણા શત્રુ-મિત્રને સૌને પાકી ખાતરી છે ! એટલે સુધી કે બેલાચાલીમાં આપણે ગમે તેટલે ક્રોધ કરીએ, અને ગમે એટલું કપાળ ચઢાવીએ, તે દેખીને કદી પિતાના અને કદી પારકા ક્રોધ કરે, ને બીજા લેક તે આપણી છક્કા પંચી ઉડાવવામાં બાકી રાખે નહિ. સાચીજ વાત છે કે, છાપાંમાં કે સભાઓમાં જ્યારે અનંત કંધના એવા શબ્દ છૂટે છે ત્યારે ખાસ કરીને શરમ આવે છે કે, જે જાતિ સાહસિક છતાં કામ કરવા પાછી ભાગે છે તે જાતિ આવાં વાક્યોથી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com