________________
રાજભક્તિ
૨૪૭
* *
*
કેટલી પીડા પામે છે, લાચાર થઈને કેવા ઉંડા નિસાસા મૂકે છે, એ જોનારૂં અંતર્યામી વિના બીજું કંઈ પણ નથી. જેઓ માત્ર મુસાફર છે, જેમની નજર છુટ્ટીના દિવસે ઉપરજ ચૂંટેલી હોય છે, જેઓ ભૂખને દુખે આ કાળે પાણીએ આવી પડયા છે, જેઓ પગાર ખાઈને રાજકારભારના સંચાની કળ ફેરવ્યા જાય છે, જેમની સાથે આપણે જરા પણ સામાજિક સંબંધ નથી– રોજરોજ બદલાતા એવા લેકને હૃદયના સંબંધ વિનાને ઓફિસી વહીવટ રાતદિવસ ઉપાડે પડે એ કેટલે અસહ્ય છે, તે તે ભારતવર્ષ જ જાણે. રાજભક્તિની દીક્ષા પામેલું ભારતવર્ષ અંતઃકરણથી નમ્રભાવે પ્રાર્થના કરે છે કે, ભારત ઉપર રૂઠેલા હે ભગવન! આ નાના નાના રાજા, ક્ષણ ક્ષણના રાજા, અનેક રાજા હવે અમારાથી સહન થતા નથી; અમને તે એક રાજા આપ ! એ રાજા આપ કે જે એમ બોલે કે ભારતવર્ષ મારું રાજ્ય વાણિયાનું નહિ, ખાણવાળાનું નહિ, ચાકરનું નહિ, કેશાયરનું નહિ, પરંતુ ભારતવર્ષ જેને અંતરથી અનુભવ કરી શકે કે આ અમારો રાજા. હેલીડે રાજા નહિ, કુલર રાજા નહિ, વર્તમાનપત્રને તંત્રી રાજા નહિ. રાજપુત્ર ભલે આવે, ભારતને રાજતને બેસે, એમ થાય તે સ્વાભાવિક રીતે ભારતવર્ષ એમને હિસાબે મુખ્ય થશે અને ઈંગ્લાંડ ગૌણ થશે. એમાંજ ભારતવર્ષનું મંગળ છે ને ઈંગ્લડને લાભ છે. કારણ કે માણસ ઉપર કળ વડે રાજ્ય કરીશું, એની સાથે હૃદયને સંબંધ, સમાજને સંબંધ રાખીશું નહિ, એ અપમાન ધર્મ રાજ કદાપિ લાંબે વખત સહી શકે નહિ એ સ્થિતિ સવાભાવિક નથી-એ સ્થિતિ વિશ્વવિધિને પીડા સમાન છે. હદયને આ ભયંકર દુકાળ સારા રાજવહીવટથી કહે કે શાન્તિથી કહે, પણ કશાયથી પૂરી શકાય નહિ. આવી વાત સાંભલીને કાયદે રાતે પીળે થઈ જાય, પિલીસ પણ ઉંચીનીચી થઈ જાય; પણ જે ભૂખ્યું સત્ય ત્રીસ કરોડ પ્રજાના મર્મમાં હાહાકાર કરી ઉઠે છે, તેને બળ ઉછેદ કરી શકે એવા વહીવટનો ઉપાય કોઈ પણ માનવીના હાથમાં નથી, કેઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com