________________
ભારતધર્મ
~~~~~~~~
સ્કાર કરે, (ગુણી) વગાડનાર તેની વીણાને નમસ્કાર કરેઆ સઘળા પિતાનાં જંત્રને જંત્ર માનતા નથી, એમ તે નથી; પરંતુ સાથે સાથે તેઓ એમ પણ જાણે છે કે, જંત્ર તે માત્ર સાધન છે, પણ જંત્ર માંહેથી જે અલૌકિક આનંદ અને ઉપકાર થાય છે તે લાકડાથી કે લોઢાથી મળતું નથી; કારણ કે આત્મા વિનાની બીજી કે સામગ્રી આત્માને સ્પર્શ કરી શકતી નથી. એટલા માટે તેમની કૃતજ્ઞતા, તેમની પૂજા જે વિશ્વ જંત્રને જંત્રી તેની પાસે આ મારફત પહોંચાડે છે, સમર્પે છે.
એટલા માટે ભારતવર્ષ પિતાના ઉપરને કારભાર પુરુષરૂપે નહિ, પણ માત્ર જંત્રરૂપેજ ચાલતે દેખે, ત્યારે એને મન બીજી કઈ પીડા વધારે ન લાગે. જડ માંહે ચેતનને અનુભવ કરતાં ધરાય નહિ એવા ભારતવાસીઓ રાજતંત્ર જેવા આવડા મેટા માનવવ્યાપાર માંહે હૃદયને પ્રત્યક્ષ મૂર્તિમાન દેખે નહિ તે એની કેવી દશા થાય? આત્માની સાથે સ્નેહને સંબંધ જ્યાં છે, ત્યાં જ માથું તે નમે-જ્યાં એ સંબંધ નથી, ત્યાં રાતદિવસ માથું નમાવવું પડે તે અપમાન લાગે, પીડા લાગે; આથી રાજકારભારમાં, આપણે દેવતાની શક્તિને, મંગળના પ્રત્યક્ષ સ્વરૂપને રાજરૂપે દેખી શકીએ તે કારભારને ભારે ભાર સહજે ઉપાડી શકીએ; નહિ તે હૃદય પળે પળે ભાગી જાય. આપણે પૂજા કરવા ચાહીએ છીએ, રાજતંત્રમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તેની સાથે આપણા પ્રાણને જે અનુભવવા ચાહીએ છીએ-આપણે બળને કેવળ માત્ર બળરૂપે સહન કરી શકીએ નહિ.
આથી ભારતવર્ષની રાજભક્તિ સ્વાભાવિક જ છે, એ વાત સાચી; પણ તેટલા માટે રાજા તેને હિસાબે માત્ર તમાશાને જ રાજા છે એમ નથી. રાજાને માત્ર નકામા આડંબરનું અંગ જે એને ગમતું નથી. રાજાને સત્યરૂપે રાજા અનુભવવા એ ઈચ્છે છે. એ રાજા એમને બહુ કાળથી મળ્યો નથી એમ માનીને એ દુઃખી થયા કરે છે. આ વિશાળ દેશ પળપળના અનેક રાજાઓના અસહૃા ભારથી મર્મમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com