________________
૨૪૨
ભારતધમ
કારભારી. અને એ પેલેા દભ હમેશાં ચકચકતા રાખવાને તે દરેક ખાખતમાં રાતદહાડ। આપણને છેટા ને છેટા રાખ્યા કરે છે અને માત્ર પ્રતાપને જોરે આપણને નીચા રાખવાના પ્રયત્ન કર્યા કરે છે. આપણી ઈચ્છા-અનિચ્છા તેમની રાજનીતિને અડતી નથી, એ વાત કબૂલવા તે ના પાડે છે. એટલે સુધી કે કાઈ ખાખતમાં આપણને વેદના થાય ને રડી ઉઠીએ ત્યારે તેને પણ આપણી ઉદ્ધતાઈ કહે છે.
વર ગમે એટલે કહ્યુ હાય છતાં પણ વહુની સાથે મળવા ઇચ્છે, એટલુ‘જ નહિં પણ મનમાં ને મનમાં તેનું હૃદય મેળવવા પણ ઇચ્છે. હૃદય મેળવી લેવાના સાચા રસ્તે લે નહિ તે તેનુ અક્કડ અભિમાન વચ્ચે નડે. જો એને વહેમ પડે કે સ્ત્રી તેની સત્તા તે સહન કરે છે, પણ ચાહતી નથી; તા વધારે કંઠાર ખનતા જાય છે. પ્રીતિ ઉત્પન્ન કરવાના આ સાચા માર્ગ નથી, એ તા સૌ કોઇ જાણે છે.
એમ ભારતવર્ષના અંગ્રેજ રાજાએ પણ આપણી પાસેથી રાજભક્તિના દાવા છેાડી શકતા નથી. પણ ભક્તિને સંબંધ એ તા હૃદયના સબધ–એ સબધ દેવા આપવાથી થાય એ કઈ સંચાના સબંધ નથી. એ સખ`ધ માંધવા જતાં જ પાસે આવવું પડે, કઈ જખરટ્ઠસ્તીથી અને નહિ, પરંતુ શ્યા તા પાસે પણ આવવું નથી, હૃદય પણ દેવુ' નથી ને રાજભક્તિ જોઈએ છે. પછી ભક્તિના સ`ખધમાં કઇ વહેમ પડે, ત્યારે ગુરખાને ખેલાવે, ફટકા ચડકાવે ને જેલમાં નાખી રાજભક્તિ કરાવવાના ઉપાય શેષે.
અંગ્રેજ રાજ્ય ચલાવતાં ચલવતાં કદી કદી રાજભક્તિને માટે આતુર થઈ જાય છે. કર્ઝનના અમલમાં એના એક નમુના મળી આબ્યા હતા.
સ્વાભાવિક બુનિયાદ નહાવાથી લાર્ડ કર્ઝન કારભારના નશામાં ચકચૂર ખની ગયા હતા, એના સાક્ અનુભવ થઇ ગયા છે. ગાદી છેડવી તા એને જરા પણ ગમતી નહાતી. એ રાજકીય આડંબરમાંથી છૂટયા પછી એનેા અંતરાત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com