________________
--
UTF
१७-देशी राजा
દેશવિદેશના લોક કહે છે કે, ભારતવર્ષના દેશી રાજાઓ પાછળ પડી ગયા છે. જગતની ઉન્નતિના માર્ગમાં પાછળ પડી જવું એ સારું નથી, એ તે સૌ કઈ કબૂલ કરશે, પણ આગળ ચાલવાના બધા ઉપાસેથી મંગળાજ થાય છે એવું પણ નથી. પિતાની શક્તિ વડેજ આગળ ચાલવું એનું નામ ખરી રીતે આગળ ચાલવું-એથી કદી ધીમું ચલાય તેય એ સારું. બીજા માણસની કેડે કે પીઠે ચઢી ચાલવાનું નામ ચાલવું નથી, એમાં કાંઈ ગીરવ નથી. કારણ કે ચાલવાની શક્તિ આવે એજ સાચે લાભ છે, ખાલી આગળ જવામાં કંઈજ લાભ નથી. બ્રિટિશ રાજ્યમાં આપણે જે કંઈ આગળ ચાલ્યા છીએ, એથી આપણું કેટલું દળદર ફીટયું છે ? એમને રાજવહીવટ, રક્ષણ અને વિધિવ્યવસ્થા ભલેને ગમે એટલાં સારાં હોય, તે પણ ખરી રીતે એ આપણાં નથી. માણસ ભૂલ, ગુટી, ક્ષતિ અને કલેશ વચ્ચે થઈને જ પૂર્ણતાને રસ્તે ચઢી શકે છે, પણ આપણને ભૂલ કરવા દેવાની ધીરજ બ્રિટિશ રાજ્યને નથી. એ કારણે એ આપણને ભિક્ષા આપી શકે છે, શિક્ષા આપી શકતું નથી. તેમની પાસે જે બધું છે તેનાં ફળ આપવાને એ તૈયાર છે, પણ તેના બીજને હાથ અડાડવા દેતા નથી. વિચારી લે કે, કલકત્તા મ્યુનિસિપાલિટીના કમીશનરે નગરનું કામ કરવાને સ્વાધીનતા પામ્યા પછી યંગ્ય કુશ ળતા દેખાડી શક્યા નહિ, એ અપરાધથી અધીરા થઈને અંગ્રેજે તેમની રવાધીનતા ઝૂંટવી લીધી. વખતે એમ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com