________________
સફળતાને સદુપાય
૨૧૯
બેસીશું કે, ઉત્તરને દક્ષિણ માની ચાલીશું તો એક દિવસ પાછા આવવું જ પડશે; એમ ઠોકર ખાઈને શીખવું પડશે.
વળી હું તે નક્કી જાણું છું કે, સર્વનીજ એવી દશા છે એમ નથી. આપણામાં એવા અનેક ઉત્સાહી યુવક છે કે તેઓ દેશને માટે માત્ર બેલી જાણતા નથી, ત્યાગ કરવાને માટે પણ તૈયાર છે. પણ શું કરવું, કયાં જવું, શું દેવું, કેને આપવું, તેનું એમને ઠામ ઠેકાણું જડતું નથી. વેરાતું ફેંકવામાં માત્ર નાશજ થાય. દેશને ચલાવવાની એક શક્તિ જે ક્યાંય પ્રત્યક્ષ આકારે હાય, તે જેઓ મનનશીલ છે તેમનું મન, જેઓ ચેષ્ટાશીલ છે તેમની ચેષ્ટા, જેઓ દાનશીલ છે તેમનું દાન એક પ્રકાંડ લક્ષ્ય પામી શકે. આપણું વિદ્યાશિક્ષા, આપણું સાહિત્યનુશીલન, આપણું શિલ્પચર્ચા, આપણાં નાના પ્રકારનાં મંગલ અનુષ્ઠાન સહેજે તેને આશ્રય લે ને એ ઐક્યની ચારે બાજુએ દેશ ઉભે રહીને એક અદ્ભુત વ્યાપાર ચાલી રહે.
મારા મનમાં શંકા નથી કે, આપણને બહારથી જેટલી લાતે વારંવાર પડે છે, તે કેવળ એક્યના આશ્રયને જવ્રત કરવાને માટે જ; અરજીઓ કરીને જેટલા નિરાશ થઈ એ છીએ, તે માત્ર આપણને એ ઐકયના આશ્રયની દિશામાં ફેરવવાને માટે જ; આપણા દેશમાં મેં સામે તાકી રહેનારા કર્યહીન સમાલોચકે સ્વાભાવિક નિરૂપાય નિરાનંદ રેજરોજ દષ્ટિએ પડે છે, તે કેવળ એ એમના આશ્રયની–એ શક્તિના કેન્દ્રની શોધને માટેજ; એ બધું કઈ વિશેષ કાયદે રદ કરાવવાને માટે કે કે અમુક અંગની બળતરા નિવારવાને માટે નહિ.
દેશની અંદર એ શક્તિ સ્થપાય, ત્યારે તેની આગળ આપણું પ્રાર્થના સંભળાય, ત્યારે આપણે જે યુક્તિઓને પ્રયોગ કરીને તેને કાર્યનું અંગ ગણી શકાય. તે શક્તિના પગમાં આપણે હાથ દે જોઈશે, સમય દેવે જોઈશે, સામર્થ્ય દેવું જોઈશે, આપણી બુદ્ધિ, આપણે ત્યાગપતા, આપણું વીર્ય, આપણે પ્રકૃતિની અંદર જે કંઈ ગંભીર-જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com