________________
૨૧૨
ભારતધમ
છે, સાંભળ્યુ છે કે, એક વાર જમની અને ઇગ્લાંડ મિત્ર હતાં. ત્યારે યુકની ઉપાધિવાળા અંગ્રેજ તે ભેજનસભામાં ઉભા થઈ જમન કૈસરના હાથમાં હાથ મિલાવ્યો ને તેના ઉપર રૂમાલ ઢાંકયે, અને એથી કાજ સિદ્ધ થયું હતું. એવા પણ એક દિન હતા કે જ્યારે મેગલ સભામાં ને નવાબના દરબારમાં અંગ્રેજને બહુ ખુશામત, બહું અવ્યય, બહુ ગુપ્ત કૈાશલ કરવુ પડતું હતું. એ દિવસે એમની પેટની લ્હાય બહુ પ્રસન્નમુખે એમને કેવી રીતે પેટમાંજ રાખવી પડતી, એને તે હિસાબ નથી. પારકાની પાસેથી મતલબ કઢાવવી હોય ત્યારે એ જરૂરનુ` છે.
વળી, આપણા જેવી નિરુપાય જાતિને જો પ્રમળ પક્ષ પાસેથી કેાઈ સુમેળ મેળવવા હોય તે શું ક'ઈ હિલચાલ વડે સફળ થઇ શકાય ? જે દૂધમાં માખણ છે, તે દૂધમાં આન્દોલન કરીએ તે માખણ તરી આવે; પણ માખણનું દૂધ રહ્યું ગેાવાળને ઘેર, અને આપણે રાજરાજ ઘરના પાણીમાં આન્દોલન કરીએ. એથી તે શુ માખણ નીકળવાનુ હતું ? જે પુસ્તકપથી છે, એ તે છાતી ફુલાવીને ખેલશે કે અમારે સુયેગ જોઇતા નથી, અમારે જોઇએ ન્યાય્ય અધિકાર. ભલે, એ વાત તે સારી છે. ધારો કે, તમારી મિલ્કત અમુક મુદ્દતને માટે ગીરે છે, તે છેડાવવી હૈય તા ગીરા રાખનારનુ મન પતવવુ જોઇશે. સરકાર કાઈ એક લેાઢાની કળ નથી, એની પાછળ તે રક્તમાંસનાં માણસા છે, તેઓ એછેવત્તે અંશે ષડિપુને વશ છે. તેએ રાગદ્વેષને હાથ દઇ એકેવારે જીવન્મુક્ત થઇને તે આ દેશમાં આવ્યા નથી. તેઓ અન્યાય કરતા હોય ત્યારે હાથ પકડીને દેખાડી દેવા એ અન્યાય ટાળવાના સુંદર ઉપાય છે એવુ તા કાઈ કહેશે નહિ.
પણ આપણી શી વ્યવસ્થા, શુ' ઉદ્દેશ્ય અને શે ઉપાય, એ આપણે સ્પષ્ટ રીતે વિચારી જોતા નથી. યુદ્ધમાં જેમ જય પ્રાપ્ત કરવા એજ મુખ્ય લક્ષ્ય, એમ રાજ્યનીતિમાં ઉદ્દેશ્યસિદ્ધિ એજ મુખ્ય લક્ષ્ય છે, એ આપણે જો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com