________________
સ્વદેશી સમાજ
૧૮૧
જેઓ રાજદ્વારે ભિક્ષાવૃત્તિ કરવી એજ દેશનાં મુખ્ય મંગળ વ્યાપાર છે એમ માનતા નથી, તેમને અન્ય પક્ષવાળા
પેસીમિસ્ટ” એટલે આશાહીન મંડળના માને છે–અર્થાત રાજાની પાસે કંઈ આશા નથી એમ માની આપણે નિરાશા માનીએ છીએ, તેટલી નિરાશા અમૂલક છે એમ તેઓ માને છે.
હું સ્પષ્ટ કરીને કહું છું કે, રાજા આપણને વચ્ચે વચ્ચે દંડા મારી તેને બારણેથી હાંકી મૂકે છે એમ જાણીને પિતાના ઉપરજ નિર્ભર રહેવું વધારે સારું છે. કદી જ એવી દુર્લભ દ્રાક્ષ પામવાની હતભાગ્ય શિયાળની આશાને આશ્રય હું તે ન કરું. હું તે એજ કહું છું કે, પરાયાની કૃપાભિક્ષા એજ યથાર્થ પેસિમિસ્ટ” (આશાહીન) દીનનું લક્ષણ. મેંમાં તરણું લઈશું નહિ તે આપણું ગતિ નથી, એ શબ્દ હું કદી ઉચ્ચારીશ નહિ. મને સ્વદેશમાં વિશ્વાસ છે, આત્મશક્તિમાં સમ્માન છે. હું નિશ્ચય જાણું છું કે, ઉપાય ગમે તે હે, પણ આપણે પિતામાં સ્વદેશીય સ્વજાતીય એકતા પ્રાપ્ત કરીને આજે જે સાર્થકતા પ્રાપ્ત કરવા ઉત્સુક બન્યા છીએ, તેની ભીત જે પારકાની પરિવર્તનશીલ પ્રસન્નતા ઉપરજ ચણાય, જે એ વિશેષભાવે ભારતવર્ષના પિતાના ઉપર ન હોય, તે તે ફરી ફરી વ્યર્થ થઈ જશે, તેથી ભારતવર્ષને યથાર્થ માર્ગ કર્યો છે તે માટે આપણે ચારે બાજુ તપાસ કરવી જોઈશે.
માણસની સાથે માણસને આત્મીય સંબંધ થાપવો એ ચિરકાલથી ભારતવર્ષની મુખ્ય ચેષ્ટા હતી, દૂર આત્મીયની સંગે પણ સંબંધ રાખ જોઈશે, સંતાન ઉંમરમાં આવે તે પણ એ સંબંધ શિથિલ થશે નહિ, ગામના લોકોની સાથે પણ વર્ણ અને અવસ્થાને વિચાર કર્યા વિના યથાયોગ્ય આત્મીય સંબંધ રાખ જોઇશે; ગુરુ–પુરહિત, અતિથિભિક્ષુક કે જમીનદાર-પ્રજાવંદ સર્વની સાથે યથાયોગ્ય સંબંધ બંધાઈ રહ્યું છે એ માત્ર શાસ્ત્રવિહિત નૈતિક સંબંધ નથી, એ તે હદયને સંબંધ છે. એમાંના કેઈ પિતૃસ્થાને, કોઈ પુત્રાસ્થાને, કેઈ બ્રાતૃસ્થાને ને કેઈ મિત્રસ્થાને છે.
ભા. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com