________________
૧૮૦
ભારતધ
તેમનાં પુત્રકન્યાના વિવાહાદિ પ્રસંગે જે કઈ આમેદપ્રમાદ કરે છે તે કેવળ નગરના ધનવાન ખએને નાટકશાળામાં ને નાચગાનમાં ખેલાવી પૂરા કરે છે. અનેક જમીનદાર એવે પ્રસંગે પ્રજા પાસેથી ઉઘરાણુ` કરતાં અચકાતા નથી. આમ ગામડાના ૮ કૂતર નનાઃ 'મિષ્ટાન્નની વ્યવસ્થા ત કરી આપે, પણ એ • મિષ્ટાન્ન માંથી કમાત્ર પણ એ ૮ ફ્તરે નનાઃ ’ભાગવી શકે નહિ; ભગવી શકે માત્ર ' बान्धवाः ” અને “ સાદેવાઃ ” આથી મંગાળાનાં સૌ ગામ દિવસે દિવસે નિરાનદ થઈ પડયાં છે, અને જે સાહિ ત્ય દેશનાં આબાલવૃદ્ધે નરનારીઓનાં મનને સરસ અને શાલન કરી રાખતું, તે રાજ રાજ સાધારણ લેાકથી દૂર થતું જાય છે. આપણા એ કલ્પિત મેળાસંપ્રદાય જો સાહિત્યની ધારા, આનદના સ્રોત ગામડાંને માણે એક વાર ફરી વહેવરાવે, તા આ શસ્ય શ્યામલા 'ગાલ ભૂમિનું અંતઃકરણ દિવસે દિવસે શુષ્ક મરુભૂમિ થતું ન જાય.
એ વાત આપણે ખરાખર મનમાં રાખવી જોઈશે કે, જે મેટાં જળાશયેા આપણને જળદાન અને સ્વાસ્થ્યદાન દેતાં, તે સૌ દૂષિત થઈ જઇ માત્ર આપણને જળકષ્ટ આપે છે, એટલુ જ નહિં પણ રાગનું અને મૃત્યુનુ પણ વિવરણ કરી આપે છે; તેમજ આપણા દેશમાં જે સો મેળા ધમને નામે ચાલ્યા છે, તેમાંના પણ ઘણાખરા કૃષિત થઇ જઇ લેાકશિક્ષાને માટે કેવળ અચેગ્ય થઇ પડયા છે. સભાળ રાખ્યા વિનાના ખેતરમાં અનાજ તે પાકતું નથીજ, પણ ઉલટા કાંટા ઉગી આવે છે. એવી સ્થિતિમાં આપણે આપણા ઉદ્દેશ્યના-એ મેળાને-જો આપણે ઉદ્ધાર ન કરીએ તા સ્વદેશના, ધર્મના આપણે અપરાધી થઈએ.
આપણા દેશી લેાકની સગે દેશી ધારા મિલાવવાના ઉદ્દેશ્ય શુ' હાઈ શકે, તેનું આ માત્ર એક દૃષ્ટાન્ત દીધું અને એ ઉદ્દેશ્યને નિયમે આંધી વ્યવસ્થિત કરીને શું કરવાથી દેશવ્યાપી મ`ગળ વર્તાવી શકાય તેના માત્ર આભાસ આપ્ચા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com