________________
૧૩૮
ભારતધર્મ
એક પક્ષ બીજા પક્ષ ઉપર મૂકયે જ જાય છે. ત્યાંની પાર્લામેન્ટ અને પાર્લામેન્ટરી ભાષામાં ને કદી કદી તે તેની હદ ઓળંગી જઈને મોટા મોટા લોકને જૂઠા, લુચ્ચા, સાચું છુપાવનારા વગેરે શબ્દની પુષ્પાંજલિથી વધાવી લેવાય છે. એ પ્રકારના નિંદાવાદને અતિશક્તિનું શિખર કહેવાય કે નહિ એ જુદી વાત છે, પણ ઈંગ્લાંડનું પોલીટીકસ જુઠાણાથી જીર્ણ થઈ ગયું છે એ તે કબૂલ કરવું પડશે.
ગમે તેમ હોય, પણ આ સૌ વિચાર કરતાં એટલું તે જણાય છે જ કે, અતિશક્તિને અતિશયોક્તિનાંજ કપડાં પહેરાવવાં સારાં છે, અને ચતુરાઈને કાપીફૂપી વાસ્તવમાં કપડાં પહેરાવી ઠાઠમાઠથી ગંભીરરૂપે બેસાડવી એથી તે ઉલટી આપદા થઈ પડે.
(૧૯૦૩)
* ******
*
A. :
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com