________________
૧૧૪
ભારતધર્મ યુરોપિયન સમાજે અનેક મહાત્માલકને જન્મ આપે છે; ત્યાં સાહિત્ય-શિ૯૫-વિજ્ઞાન રોજ રજ ઉન્નત થતાં ચાલે છે; એ સમાજ પિતાને મહિમા પોતે પગલે પગલે સાબિત કરતે આગળ ચાલે છે એને પિતાને ઘેડે નિરંકુશ બની ને ઉન્મત્ત નહિ બની જાય તે એના રથને બહારથી કેણ કે અટકાવી શકશે નહિ, તેની કલ્પના આપણાથી થઈ શકતી નથી. એવા ગૌરવશાળી સમાજને શ્રદ્ધાથી જોવાને બદલે જેઓ એના ઉપર વ્યંગ આક્ષેપ કરે છે એવા દેશી લેખકે અજાણતાં પિતાની જ મશ્કરી કરે છે.
બીજી બાજુએ, હજારો વરસને સતત વિપ્લવ જે સમાજને ભેગું કરી શકશે નથી, હજારે દુર્ગત સહન કરીને પણ જે સમાજે ભારતવર્ષને દયાધમના ક્રિયાકર્તવ્યની અંદર સંયમિત કરી રાખે છે, ને તેને રસાતળમાં જતાં ઝાલી રાખે છે, જે સમાજ સાવધાન રહી હિન્દુજાતિની બુદ્ધિવૃત્તિનું એવે ભાવે રક્ષણ કરેતે આવ્યા છે કે બહારથી સામગ્રી મળતાની સાથે જ પ્રકટી ઉઠે, જે સમાજે મૂઢ અશિક્ષિત જનમંડળની પ્રવૃત્તિ ઉપર પગલે પગલે અંકુશ મૂકીને, પરિવાર અને સમાજના હિતને માટે આત્મત્યાગ કરતાં શીખવ્યું છે, તે સમાજને પાદરીઓ શ્રદ્ધાપૂર્વક જુએ નહિ, ત્યારે તે તેઓ પોતે જ શ્રદ્ધાને
ગ્ય નથી. એમણે એટલું તે સમજવું જોઈએ કે, આ વિશાળ સમાજ એક મહાપ્રાણ સમાન છે- જરૂર પડશે પણ એના એકાદ અંગ ઉપર ઘા કરતા પહેલાં આખા પ્રાણના શરીરસવને તપાસી જોવાની ખાસ જરૂર છે.
સાચી રીતે તે સભ્યતા સભ્યતામાં ફેર છે-એ ફેર થવામાં વિધાતાને કંઈક અભિપ્રાય છે. એ ભિન્નતાની અંદર જ્ઞાનને અને સાહુદયતાને લઈને પ્રવેશી શકાય તે જ એ વિચિત્રતા સાર્થક થાય. જે શિક્ષણ અને અભ્યાસ એ પ્રવેશનાં બારણું ભીડી દે, તે બર્બરતાની નીસરણનું પહેલું પગથીઉ. એથી જ અન્યાય, અવિચાર, નિર્દયતા પેદા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com