SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર ભારતધર્મ www wwww vvvvvvvvvvvvvvvvvvપત* ******** ચન સભ્યતાનું કલેવર. એ કલેવર ઉપર પ્રહાર થાય અને તેમાંથી રક્ષણ થાય નહિ તે એને પ્રાણ બચે નહિ, એટલા માટે બીજા કેઈ પ્રહાર સંબંધે તેઓ પરવા કરે નહિ. વિવેકાનંદ વિલાયતમાં જઈ જો વેદાન્તને પ્રચાર કરે ને ધર્મપાલ જે બુદ્ધધર્મને પ્રચાર કરે, તે તેથી કંઈ યુરોપના શરીરને ઘા લાગે નહિ; કારણ કે યુરેપનું શરીર તે રાષ્ટ્રતંત્ર બ્રાહટરના પહાડનું. એનું તે સમરત ઇંગ્લડ પ્રાણ દઈને રક્ષણ કરે, પણ ખ્રિસ્તી ધર્મનું રક્ષણ કરવા સાવધાન રહેવાની જરૂર તેમને લાગે નહિ. પૂર્વદેશમાં બરાબર એથી વિરુદ્ધ પૂર્વની સભ્યતાનું શરીર ધર્મ. ધર્મ એટલે “રીલીજિયન' નહિ, પણ સામાજિક કર્તવ્યતંત્ર-રીલીજિયન, પોલીટીકસ સૌ એની અંદર જ સમાઈ જાય. તેના ઉપર ઘા કરવાથી સમસ્ત દેશ ખળભળી ઉઠે; કારણ કે એનું મર્મસ્થાન સમાજની અંદર જ છે, તેની જીવનશક્તિ બીજી કઈ જગાએ નથી. ઢીલી રાજ્ય શક્તિ વિશાળ ચીનના સર્વ પ્રદેશમાં સચોટ દેખાય નહિ. રાજધાથી દૂર દૂર દેશના પ્રદેશમાં રાજાની આજ્ઞા પહેરો, રાજાને પ્રતાપ પહોંચે નહિ, પણ તેય ત્યાં શાન્તિ છે, વ્યવસ્થા છે, સભ્યતા છે. ડે. ડિલનને એથી નવાઈ લાગે છે. માત્ર થોડે જ બળે આટલું મેટું રાજય કબજે રાખવું એ કંઈ જેવી તેવી વાત નથી. પણ એ વિશાળ ચીન દેશ કંઈ હથિયારથી કબજે રહ્યો નથી, માત્ર ધર્મથી જ રહ્યો છે. પિતાપુત્ર, ભાઈબહેન, પતિપત્ની, આડેસીપાડેશી, રાજા પ્રજા, ગેર-યજમાન, એ બધાને મળીને એ ધર્મ બહાર ગમે એટલે વિપ્લવ હોય, અને રાજગાદી ઉપર ગમે તે ભલે બેસે, પણ આ ધર્મ વિશાળ ચીનની નીચે રહીને અખંડ નિયમબળે એ વિશાળ જનસમાજને નિયમમાં રાખી રહ્યા છે. એ ધર્મ ઉપર ઘા થયે ચીનને મૃત્યુવેદના થાય અને આત્મરક્ષણને માટે નિર્દય પણ બની ઉઠે, તે સમયે એને કોણ રોકી રાખે? તેને સમયે તે રાજા પણ કેણુ ને રાજાની સેના ય કોણ? ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy