________________
૯૬
ભારતામ
છે, સ્વાધીન છે, પાશવતામાંથી મુક્ત છે. એ ઉપરના શૈાડાક લાક જ્યાં સુધી નીચેના લેાકને સુખસ'પત્તિ ને જ્ઞાનધમ આપવા માટે પેાતાનાં સુખને સયમમાં રાખીને ઇચ્છાપૂર્વક પ્રયત્ન કરે, ત્યાંસુધી તા સમાજને ડરવાનું' કશું કારણ નથી. યુરોપિયન સમાજમાં એ પ્રમાણે ચાલે છે કે નહિ એ વિચારવુ નકામુ હોઇ શકે, અને છતાં છેક નકામુ નથી. જ્યાં વિરાધને કારણે પાસેના લેાકાને હાંકી કાઢવાની લાલસાથી દરેક માઝુસને વારે ઘડીએ લોઈ કરવી પડે, ત્યાં કન્યના આદર્શને શુદ્ધ રાખવા બહું કઠણ થઇ પડે અને અમુક સીમામાં આશાને બાંધી રાખવી પણ લોકને કઠણ પડે.
યુરેપનાં મોટાં મોટાં રાજ્યે એકબીજાને ઓળગી જવાને મથી રહ્યાં છે, એવે સમયે એવી વાત તા કોઈના માંમાંથી નીકળવાના સ'ભવ નથી કે, ભલે પહેલા વગ માંથી હું ખીજા વર્ગમાં આવી પડુ', પણ તે યે અન્યાય તે નહિ કરૂ; એવી વાત ફાઈના મનમાં આવે નહિ. દરિયા અને જમીન ઉપર લશ્કર આછુ કરી દેવાથી ભલે પાડાશીની નજરમાં હલકો થઈ ગયેલા લાગીશ, પણ સમાજની અંદર સુખસતાય અને જ્ઞાનધમના વિસ્તાર કરીશ. વિરાધના ખળથી જે વેગ ઉત્પન્ન થાય છે, એનાથી સા દોડાદોડી ચાલી રહી છે. એમ ખૂબ જોરે ચાલવુ તેને સુરાપ ઉન્નતિ કહે છે; આપણે પણ તેને ઉન્નતિ કહેતાં શીખ્યા છીએ.
પણ જે ચાલવામાં પગલે પગલે ઉભું રહેવાના નિયમ નહિ તેને ઉન્નતિ કહેવાય નહિ જે છંદમાં યતિ નહિ, તે છ‘ઇજ નહિ. સમાજના પગ આગળ સમુદ્ર રાતદહાડા જેમ માજા' ઉછાળી ફેણુ કાઢે, પણ સમાજને સૌથી ઉંચું શિખરે તે શાન્તિ અને સ્થિતિના નિત્યના આદશ કાયમ સ્થાપવા જોઇએ.
એ આદશ'નુ' અચળભાવે કાણુ રક્ષણ કરી શકે ? જેએ વ'શપર પરાથી સ્વાર્થના ઝઘડાથી પર હાય, પૈસેટકે દરિદ્ર રહેવામાંજ જે પ્રતિષ્ઠા માને, મંગળકર્મને જે દુકાનના માલ જેવાં માને નહિ, શુદ્ધ જ્ઞાન અને ઉન્નત ધની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com