________________
વિઘાઓથીજ જગતની સેવા કરે. વધુ મેળવવા પરિશ્રમ કરશે નહિ. આ ભેદી શેષ સાંભળી સૂરિજીએ પુસ્તકને જ્યાં હતું ત્યાં મૂકી દીધું ને થંભનું મોઢું બંધ કરી દીધું.
ચિતડથી વિહાર કરી જગતના જીને ઉપદેશ દેતા સિદ્ધસેનસૂરિએક દિવસ કમરપૂરનગરમાં આવ્યા. ત્યાંના સંઘે ગુરૂશ્રીનું પુષ્કળ સન્માન કર્યું. સૂરિજીની પ્રશંસા સાંભળી ત્યાંને રાજા દેવપાળ પણ પિતાના અધિકારીઓ સહિત ગુરૂને વંદન કરવા આવ્યું. સૂરિજીએ તેને ધર્મોપદેશ આ.. એની વિદ્વતા જોઈ રાજા ખૂબ આનંદિત થયો ને હંમેશ તેમના દર્શને આવવા લાગ્યા.
કેટલાક વખત પછી પાડેશને રાજા વિજયવમ મોટું લશ્કર લઈ દેવપાળ ઉપર ચઢી આવ્યું. દેવપાળનું લશ્કર નાનું હોવાથી તેને જીતવાની આશા નહોતી. તેણે કેશરિયાં કરવાને નિરાર કર્યો. કેશરિયા વાઘામાં સજજ થઈ યુદ્ધમાં જતી વખતે તે ગુરુશ્રીનાં દર્શને આવ્યા. પિતાને જીતવાની આશા નથી એવી તેણે સૂરિજીને વાત કરી. સૂરિજીએ સરસવી વિદ્યાના પ્રતાપથી એક મોટું ઘોડેસ્વાર સૈન્ય ઉત્પન્ન કરી રાજાને કહ્યું: “જા સર્વ સારું થશે.” દેવપાળ આ લશ્કર લઈને નગર બહાર ગયે. આવડું મોટું નહિ ધારેલું લશ્કર જોઈ શત્રુરાજા વિજયવર્મા તે હેબતાઈજ ગયે. તેને લાગ્યું કે અહીં આપણે જીતી શકવાના નથી. તે પોતાનું સૈન્ય લઈ લડવાનું પડતું મૂકી પલાયન થઈ ગયે.
રાજા દેવપાળ વિજયડંકે દઈ નગરમાં પાછો ફર્યો. પ્રજા સર્વ જયજય નાદ કરવા લાગી. તે સુરિજીને ધન્યવાદ આપવા લાગ્યા. “ તેમની કૃપા ન હોત તે રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com