________________
કિલો ઇતિહાસપ્રસિદ્ધ છે. એક વખત અજીત ગણાતા
એ કિલા આગળ ઘણુ યુદ્ધ થયાં છે, જેમાં સ્વદેશની રક્ષા કરતા સેંકડો યોદ્ધાઓ સ્વર્ગે સંચર્યા છે. સિદ્ધસેનસૂરિ ત્યાં આવેલા મંદિરમાં એક વખત દર્શન કરવા ગયા તે વખતે તેમની દષ્ટિ ચૈત્ય ઉપર ઉભા કરેલા એક સ્થંભ ઉપર પડી. આ સ્થંભ ન હતે ઈટને કે ન હતો પત્થરને. કેઈ વિચિત્ર વસ્તુને તે બનેલું હતું. સૂરિજીને આ સ્થંભ જઈ આશ્ચર્ય થયું. તેમણે એક વૃદ્ધ પુરૂષને પૂછયું કે ભાઈ! આ સ્થંભ શાને બને છે અને તે અહીં કેમ ઉભું કરવામાં આવ્યો છે?
વૃધે જણાવ્યું કે પ્રભો ! લોકવાયકા એવી છે કે આ સ્થંભ ષધિઓને બનાવે છે. પૂર્વના આચાર્યોએ કિસ્મત રહસ્યમય વિદ્યાગ્ર આ સ્થંભના પિલાણમાં મૂકેલા છે, અને તેનું મોં ઔષધિઓથી બંધ કરેલું છે. તેને ઉઘાડવા ઘણાઓએ પ્રયત્ન કર્યા છે પણ સર્વ નિષ્ફળ નિવડયા છે. ' સૂરિજીએ તે ઔષધિઓને સુંધી સુધી તેની પારખ કરવા માંડી. પછી પિતે કેટલીક ઔષધિઓ મેળવી તેનો લેપ કરાવ્યું. આ લેપને સ્થંભના મુખ ઉપર પડતાં જ તેનું મુખ ખુલ્લું થયું. અંદર હાથ નાખતાં એક પુસ્તક નીકળ્યું. તેનું પ્રથમ પાનું વાંચતાંજ બે વિદ્યાઓ જોઈ. સૂરિજીએ તેને ધારી લીધી. તે વિદ્યાઓનાં નામ સુવર્ણ સિદ્ધિ અને સરસવી વિદ્યા. પહેલી વિદ્યાના પ્રભાવથી તૈોઢાનું સોનું બને અને બીજીથી મંત્રેલા સરસવ જળાશયમાં નાખતાં તેમાંથી હથિયારબંધ ઘડેસ્વારે નીકળે. આ વિદ્યાઓ બરાભર યાદ રાખી લીધા પછી સૂરિજી જેવા આગળ વાંચવા જાય છે, તેવી જ કેઈ ગેબી વાણી થઈઃ ખામેશ! આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com