________________
મધ્યસ્થ માણસ જોઈએ. આપણે બે તે પિતપોતાનું જ ખેંચીએ. માટે કેણ હાર્યું ને કેણ જીત્યું તે નક્કી કરે તેવું પંચ ખેળી કાઢ. તેનું વચન આપણે બંનેએ માન્ય રાખવું જોઈએ. જે તને આ વાત કબુલ હોય તે મને વાદ કરવામાં કોઈ જાતની હરકત નથી. - આચાર્યના આ પ્રમાણિક વચન ઉપર સિદ્ધસેનને શ્રદ્ધા બેઠી. પણ આ વગડામાં મધ્યસ્થ મનુષ્ય ક્યાંથી લાવ ? વિચાર કરતાં તેને લાગ્યું કે જેને હું મધ્યસ્થ કહપીશ તે મારે મન તે પશુવત છે. તે આ ઢેર ચારનાર ગેવાળાને મધ્યસ્થ કહ્યું તે મને શી હાનિ થવાની છે? તરત જ તેણે ગવાળને પસંદ કરી ન્યાય ચૂકવવા બેસાડ. પછી તે વૃદ્ધવાદીસૂરિ સાથે વિવાદ કરવા લાગે. વ્યાકરણ, શાસ્ત્ર, ન્યાય, મીમાંસા, વેદાન્ત વગેરે અનેક ગ્રન્થાના પ્રમાણે સાથે તેણે પૂર્વપક્ષ ઉપાડે. સંસ્કૃત ભાષાના કે ઉપરાછાપરી બલવા લાગ્યો. ઘણીવાર સુધી પિતાના પક્ષનું સમર્થન ન કરી તે વિરામ પામ્યા.
હવે વૃદ્ધવાદી આચાર્યો વિચાર કર્યો કે આ ગેવાળ આગળ સંસ્કૃતમાં ભાષણ કરવું એ ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, અને આ સિદ્ધસેનને મારે યુક્તિથી વશ કરી લે છે. તેઓ ઘણા બુદ્ધિમાન અને સમયસૂચક હતા. તેથી ઉભા થઈ કેડે એ બાંધ્યું. પછી હાથના તાબોટા વગાડતા વગાડતા ફેરફુદડી ફરી વાળીઆઓને સમજણ પડે એ એક પાકૃત ગરબે મને રાગ કાઢીને ગાય. ગોવાળીયા તે આ સાંભળી ખુશ ખુશ થઈ ગયા. પછી બંનેએ મધ્યસ્થાને પૂછયું: ભાઈ! અમારા બેઉમાંથી કોણે જીત્યું? તે બેલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com