________________
તેમને વાદમાં હરાવવા હું આવનાર છું એમ જાણે તેઓ ભાગી ગયા હશે ? સિદ્ધસેને પ્રત્યુત્તર આપે.
અરે પંડિતજી ! વૃદ્ધવાદીને હરાવે તે દુનિયામાં જન જ કેણુ છે વારૂ? ખુદ સરસ્વતી પણ તેમને હરાવી શકે તેમ નથી. વાદમાં તેઓ અજેય છે. એ તે ભરૂચના ખુલ્લા બજારમાં હજારોની મેદની વચ્ચે પિતાની વિદ્યાથી સાંબેલાને ફૂલ ઉગાડનાર છે.”
અરે એ ગમે તેવા હેય. મારી આગળ તેમનું ટટ્ટ નભવાનું નથી. તમે મને કહે કે એ કયે રસ્તે ગયા.”
એક જણે રસ્તે બતાવ્યું. એટલે સિદ્ધસેન પિતાના પરિવારને મૂકી તે રસ્તે ઝપાટાબંધ ચાલવા લાગ્યા. કેટલીક વારે તે વૃદ્ધવાદી સૂરિની લગભગ આવી પહોંચ્યા. વૃદ્ધવાદીને લાગ્યું કે આ કેઈ પુરૂષ ઉપદેશની આશાએ ઉતાવળે આવે છે. તેઓ એક ઝાડ નીચે ઉભા રહ્યા. સિદ્ધસેન પાસે આવતાં સૂરિએ તેને ઉપદેશ દેવા માંડે એટલે સિદ્ધસેન બે સૂરિજી ! હું તમારે ઉપદેશ સાંભળવા નથી આવ્યો. તમારે મારી સાથે વાદ કરવું પડશે. તમે મારી બીકે નાસી આવ્યા પણ હવે હું તમને છેડનાર નથી. કાં તે હાર કબુલી તમારું વાદીનું બિરૂદ છે મારે શરણે આવે, અમ૨ તમે મને હરાવે તે હું તમારે શિષ્ય થઈ જાઉં.
વૃદ્ધવાદસૂરિને લાગ્યું કે આને વિદ્યાનું અજીર્ણ થયું છે. માણસ વિદ્વાન છે. પણ તેની વિદ્વતાને ગેરઉપયોગ થયે છે. જે એને કુનેહથી સત્યમાર્ગ બતાવવામાં આવે તે તે સમાજને ઘણે જ ઉપયોગી થઈ પડે.
આમ વિચારી તેમણે કહ્યું કે ભાઈ ! તારે વાદ કરો હોય તે મારી ના નથી. પણ આપણે ન્યાય કરનાર કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com