________________
વિદ્વતાને ડાળ રાખનારા તારા પંડિતેનાં પુછડાને બોલાવ. તેમની પંડિતાઈને હું ચૂરેચૂરે કરી નાંખીશ. અય પંડિત! યાદ રાખજે તમને કોઈને હું છોડનાર નથી. તમારા મહેમાં તરણું લેવડાવે ત્યારે જ આ સિદ્ધસેન સાચે.” - પંડિતે માનભંગ થયા. તેમનામાં વાદ કરવા જેટલી શક્તિ નહોતી. પણ રાજાના કહેવાથી હિમ્મત એકઠી કરી કેટલાક કહેવા લાગ્યાઃ “અરે એ વિદ્યાગવધ ! તારે ગર્વ અમે ઉતારીશું. દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે એ અમે તને બતાવીશું. તેં ઘણાને હરાવ્યા હશે,પણ ન ધારતે કે દરેક સ્થળે પિપાબાઈનું રાજ્ય છે.” આમ બોલી કેટલાક પંડિતે વાદ કરવા આગળ આવ્યા. પણ કોની તાકાત હોય કે સિદ્ધસેન સામે એક પળ પણ ટકી શકે? જેમ સિંહને જોઈ મન્મત્ત હાથીના ટેળાં ભાગી જાય છે, તેમ સિદ્ધસેન આગળ સર્વે પંડિતે હાર ખમી ભાગી ગયા. સિદ્ધસેને તેમને તે તરણાં લેવડાવી છોડી દીધા. રાજાએ તેને પુષ્કળ માન આપ્યું. સારી રીતે દક્ષિણા આપીને તેની યોગ્ય કદર કરી.
: ૨૪ કેટલાક દિવસ પછી સિદ્ધસેન ફરી પ્રવાસે નીકળે. તેમાં મહારાષ્ટ્ર, મગધ, કાશ્મીર, ગૌડ વગેરે દેશમાં ફરી ત્યાંના પંડિતેને હરાવ્યા ને પિતાને યશકે વગાડી વિદ્વાનમાં તે ચક્રવર્તી ગણાય. હવે તેની છાતી ગજ ગજ ઉછળવા લાગી. તે વિચારવા લાગ્યા. મારા જે કોણ છે? સિદ્ધસેન એક છે, અજોડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com