________________
લેવાનું બંધ કર્યું. મોટી મોટી તીર્થયાત્રાઓ કરી ને બીજા પણ ધર્મનાં અનેક કાર્યો કર્યા. - શ્રી હેમચંદ્રાચાર્ય ચોગના પણ ઉંડા અભ્યાસી હતા. તેમણે એના અનેક ચમત્કારે કરેલા છે. કહેવાય છે કે એક વખત કુમારપાળની શ્રદ્ધા જૈન ધર્મ પર દઢ કરવા તેમણે પ્રાણાયામથી પ્રાણવાયુ રેકીને કંઈપણ આશ્રય સિવાય પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર પોતાની કાયા ઉંચકી લીધી હતી. એક બીજી વખત તેમણે પિતાના ગબળથી અમાવાસ્યાને દિવસે ચંદ્ર બતાવ્યું હતે. આ સિવાય તેમણે બીજા પણ ઘણું ચમત્કાર કરી જૈન શાસનને મહિમા પ્રસાર્યો હતો.
ભગવાન હેમચંદ્રાચાર્ય જગત્ છના કલ્યાણ અર્થે અનેક ઉપકાર કરી ચર્યાશી વર્ષનું આયુષ્ય પૂરું કરી સ્વર્ગે સિધાવ્યા.
તેમના મરણથી આ જૈન સમાજ શોકમાં ડુબી ગયો. પાટણ શહેર જાણે તેમના વિના વિધવા જેવું બની ગયું. જેનેતર વર્ગ પણ તેમના ગુણો સંભારીને આંસુ સારવા લાગ્યા. મહારાજા કુમારપાળ તે ખૂબજ વિલાપ કરવા લાગ્યો. વારંવાર તેમના ગુણેને સંભારી તે રડવા લાગ્યો. તેને આકુલવ્યાકુલ થતો જોઈ તેના પ્રધાને તેને શિખામણ દેવા લાગ્યા. ત્યારે તે બોલ્યો કે પિતાના મોટા પુણ્યથી ઉત્તમ લેકને પામેલા હેમાચાર્ય પ્રભુને હું શેક કરતા નથી. પણ હું મારી જાત માટેજ શેક કરું છું. મારા રાજ્યને એ મહાપુરૂષે સદંતર ત્યાગ કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com