________________
આવેલું છે. એમાં બાહુબલિની લગભગ ૫૪ ફુટ ઉંચી મૂર્તિ એક હાડમાંથી કેરી કાઢેલી છે જે શેમટ સ્વામીના નામથી પ્રખ્યાત છે. ચંદ્રગુપ્ત અણુશણ કરી આ સ્થળની પાસેજ કાળધર્મ પામ્યા છે. ત્યાં પણ સુંદર કોતરણીવાળા જિનમંદિરે છે. બાકી તે મહેસુર-બેંગલે ને તેનાં ઘણાં ગામમાં જિન મંદિર છે જેને એક સ્વતંત્ર પુસ્તકમાં જ વિચાર થઈ શકે.
હૈદરાબાદ રાજય
કુલ્પાકઃ કુલ્પાકછ યાને મણિજ્ય સ્વામીના નામે ઓળખાતું આદિનાથ પ્રભુનું મહાન તીર્થ હદરાબાદથી થોડે દૂર આવેલું છે. આલેર સ્ટેશનથી બે ગાઉ દૂર છે. પહેલાં અહીં જેનોની ઘણું જાહોજલાલી હશે એમ ત્યાંનું ભવ્ય મંદિર જોતાંજ જણાઈ આવે છે.
કુતંલગિરિ કુલગિરિ નામનું સિદ્ધક્ષેત્ર પણ આ રાજ્યમાં આવેલું છે.
માલ ખેડઃ જેનસમ્રાટ અમાધવર્ષની રાજધાની અને પ્રાચીન સમયનું મલયાદ્રિ આજનું માલખે છે. ત્યાં એક જિનાલય ખુનખાર ધર્મયુદ્ધની સાક્ષી પુરતુ ખડું છે. બાકીનાં મંદિરે કિલ્લામાં દટાઈ ગયાં છે. શ્રી જિનસેનાચાર્યે પાશ્વત્યુદય કાવ્ય અહીં પૂરું કર્યું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com