________________
અજાહરા પાર્શ્વનાથ અરબી સમુદ્રના કિનારે દીવબંદરથી ચાર ગાઉ ને ઉનાથી એક ગાઉ દૂર આ અત્યંત પ્રાચીન તીર્થ જંગલમાં આવેલું છે. એની મૂર્તિ સોળ લાખ વર્ષની જુની ગણાય છે.
આ ગામની ભાગળમાં અજયપાળનાં ઝાડ છે, જે કેઈ વખત કરમાતા નથી અને અનેક ભયાનક રેગેને મટાડે છે એવું સંભળાય છે.
તમે બાળગ્રંથાવલીની પહેલી શ્રેણીમાં સુકેશલ મુનિની વાત વાંચી છે. એમના વંશમાં રઘુરાજા થયા ને તેમના પુત્ર અજયપાળે અહિં શહેર વસાવ્યું. એના ભયંકર રોગો અહીં મટયા હતા. આ પાર્શ્વનાથની મૂર્તિ કેવી રીતે મળી તે માટે રત્નસાર વેપારીની વાત છે જે જૈન તીર્થોના ઇતિહાસમાંથી જરૂર વાંચશે.
પ્રભાસપાટણ જેનેનું આ પ્રાચીન તીર્થ છે-એક વખત અહીં ઘણાં જૈન મંદિર હતાં. આજે ચેડાં મંદિરે રહેલાં છે પણ તે પ્રાચીન અવશેષથી ભરપુર છે. અહીંના બજારમાં જે મજીદ છે તે મુળ પાર્શ્વનાથનું મંદિર હતું. આની આસપાસ પણ પ્રાચીન અવશેષે છે, પણ જોઈએ તેવી શોધખોળ થઈ નથી એટલે એ વસ્તુઓ અંધારામાં છે.
વંથલી આજનું વંથલી જુના વખતમાં વામનસ્થલી નામે નગર હતું. જેનેનાં અનેક મંદિરે અહીં શોભતાં હતાં. સિદ્ધરાજ ના સમયના સજજન મંત્રી અહીં જનમ્યા હતા જેમણે ગિરનારના મંદિરના ઉદ્ધારમાં ઘણું જ કામ કર્યું છે. હાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com