________________
જેન તીર્થોનો ટુંક પરિચય
જન્મમરણના ફેરાને સરવાળે કરીએ તે સાગરમાં પાણીનાં ટીપાં છે તેટલો થાય. આથી જન્મ મરણના ફેરાને ભવસાગર કહેવાય છે. આવા ભવસાગર તરી જવાનું ઠેકાણું તે તીર્થ કહેવાય છે. શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જિનેશ્વરાએ આવું તીર્થ સ્થાપેલું છે અને તેથી તેઓ તીર્થકર કહેવાયા છે.
એમના સ્થાપેલા તીર્થને સંધ પણ કહે છે જેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ થાય છે. આ સિવાય તીર્થને અર્થ પવિત્ર સ્થાન એ પણ થાય છે, કારણ કે પવિત્ર સ્થાને જવાથી સારી ભાવના આવે છે અને એવી ભાવના વધતાં વધતાં આત્મા નિર્મળ બની ભવસાગર તરી જાય છે.
જ્યાં જ્યાં તીર્થકરને જન્મ થયો હય, દીક્ષા થઈ હેય, કેવળ જ્ઞાન થયું કે નિર્વાણ થયું તે બધા સ્થાને તીર્થ છે. એ ઉપરાંત તેમણે જ્યાં જ્યાં તપ કર્યો હોય કે તેમના જીવનમાં કંઈ ખાસ બનાવ બન્યા હોય તે સ્થાને પણ તીર્થ છે. આવા તીર્થો હાડપર, નદી કિનારે, ગામડાંમાં શહેરામાં, જંગલમાં, એકાંત જગામાં, એમ અનેક ઠેકાણે આવેલાં છે.
ઘણે ભાગે આવાં તીર્થો પર ભવ્ય જિનાલયે બાંધેલા છે, જ્યાં શાંતિ પવિત્રતા ને કળાને અદ્ભુત સંગમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com