________________
સુખની ચાવી યાને સંતોષ ,
જ્યાં સુધી માથે વડીલ હોય ત્યાં સુધી નાનેરાંને શી ચિંતા હોય? સુંદર શેઠ જીવ્યા ત્યાં સુધી ધન શેઠે નજર પણ કરી ન હતી કે વેપાર વણજ કેમ ચાલે છે ને પૈસે શી રીતે આવે છે? પણ પિતાનું મરણ થતાં તેમના માથે ચિંતા આવી પડી. બાપદાદાની વારીથી તે ખુબ ધનાઢય હતા"
એટલે તેમને વહીવટ ઘણે હતે. ધન શેઠે પહેલાં પિતાની મિલ્કતની ગણત્રી કરી તે પંચાવન લાખ ટકા દાદાની કમાણીના ને ચુંવાળીશ લાખ ટકા પિતાની કમાણીના મળી કુલ ૯ લાખ ટકા થયા. ધનશેઠે કહ્યું. વાહ ! આતે એક લાખ ટકા વધારે મેળવે તે મારે ઘેર કોઠાધિપતિની ધજા બંધાય છે ને શું ?
ધનશે ખુબ કાળજીથી બંધ કરવા માંડશે. વરસ પૂરું થયું. દિવાળી આવી. સરવૈયાં ખેંચાયાં. પણ જ્યાં મિલ્કતની ગણત્રી કરી, ત્યાં બરાબર પહેલાંના જેટલીજ થઈ. એમાં જરાયે વધારે થયો નહિ. ધનશેઠ કહે, આનું કારણ શું? મેં તે મહેનત કરવામાં બાકી રાખી નથી. મને લાગે છે કે મારે આવક જેટલું ખરચ છે તે બેઠું છે. માટે ખરચમાં કાપકૂપ કરવી એથી જરૂર એક લાખ ટકા વધશે. બીજા દિવસથી એમણે બરાબર કંજુસાઈ કરવા માંડી. સારું ધાન્ય લાવતે તેનું હલકું ધાન્ય લાવવા લાગે. ઉત્તમ વચ્ચે વાપરતે તેના મધ્યમ વસ્ત્રો વાપરવા લાગ્યા. કુટુંબનાં માણસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com