________________
સાંભળતાં જ સર્વ એકી અવાજે બોલી ઉઠયાઃ ધન્ય છે સતી શીલવતીને! પણ પેલા પ્રધાનની સ્થિતિ બહુ બુરી થઈ. તેઓ માં સંતાડીને બિચારા પલાયન કરી ગયા.
: ૪ : કઈ જ્ઞાની મુનિએ શીલવતી તથા અજિતસેનને પૂર્વ ભવ કહ્યો. આથી તેમનું મન સંસારમાંથી ઉઠી ગયું ને આત્માના કલ્યાણ કરવાના મારથ થયા. એક વખત વીર્યને ઉલ્લાસ થતાં બંનેએ ત્યાગવ્રત રવીકાર્યા ને અખંડ બ્રહ્મચર્ય તથા બીજા ચાર મહાવ્રતો પાળી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. તેઓ જ્યાં જતા ત્યાં એકજ ઉપદેશ આપતા સેનું ને રત્ન તથા મણિમુકતા તે સાચો શણગાર નથી પણ સાચે શણગાર શીલ છે. તેને બરાબર આરાધન કરનાર ભવસાગર તરી જાય છે.
બ્રહ્મચર્યના અર્થમાં કે ચારિત્રના અર્થમાં પણ શીલ એ મોક્ષ સુખનું કારણ છે એમ કણ નહિ કહે?
- -
-
-
-
-
-
ઈલુરાનાં ગુફામંદિર જગત ભરના આ અદ્વિતીય ગુફામંદિરને, તથા બૈદ્ધ, શૈવ અને જૈનના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાલ આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઈ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિસ્મત આઠ આના. જરૂર મંગાવીને વાંચો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com