________________
બર વખત આવવા દે ત્યાં સુધી તમારે તમારી પાપી પ્રવૃત્તિનું ફળ ભેગવવું જ પડશે. તે પ્રધાને બિચારા દયામણુ થઈને માથું કુટવા લાગ્યા: હાય ! અમારા જેવા મૂખ કેણ હશે? કુતૂહલ માત્રથી એક સતી સ્ત્રીનું શીયળ લૂંટવા આવ્યા. ધિક્કાર હો અમને. શીલવતી કહે, બહાર નીકળીને કદી આવું કરશો ? પ્રધાને કહે, દેવી! આ જીંદગીમાં તે કદી હવે એવી દૃષ્ટિ થશે નહિ. મહેરબાની કરી અમને બહાર કાઢો.
શીલવતીએ છ માસ સુધી તેમને એ જ કેદખાનામાં રાખ્યા. દરમ્યાન તેમના શરીર પર એકલાં ચામડાં ટટળવા લાગ્યાં. શાળવતીને તો દુનિયામાં આ દાખલ બેસાડ હતું. એટલે તેમને છોડવાના એગ્ય સમયની રાહ જેવા લાગી.
: ૩ ૪ રાજા લડાઈમાંથી પાછો ફર્યો. મોટે રાજદરબાર ભરાયે. તે વખતે શીલવતીએ ચારે જણને કબાટના ચાર ખાનામાં મુકી તે કબાટ રાજસભામાં મોકલાવ્યું ને કહેવરાવ્યું કે આપના વિજયની ખુશાલીમાં આ ભેટ મોકલી છે. તે સભા વચ્ચે ઉઘાડીને સ્વીકારવા કૃપા કરશે.
રાજાએ સભા વચ્ચે કબાટ ઉઘાડયું તે તેમાંથી દુકાળીઆ જેવા શરીરવાળા ને લાંબાં દાઢવાળા પેલા ચાર પ્રધાન નીકળ્યા. એ જોઈ કેઈને હસવું આવ્યું ને કેઈને દયા આવી. રાજાને શીલવતીના શિયળની પૂરી ખાત્રી થઈ ગઈ. તેણે સભા વચ્ચે તેની વાત કહી સંભળાવી. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com