________________
૧૩
એક વખત રાજાએ કેાઈ શત્રુને જીતવા ચઢાઈ કરી. અજિતસેનને સાથે જવું પડયું. રસ્તામાં રણ જે મુલક આવ્યા. ત્યાં અજિતસેનના હાથમાં તાજું કમળનું ફૂલ રાજાએ જોયું. એટલે ક્યાંથી મળ્યું તે વાત પૂછી. અજિતસેને જેવી હતી તેવી વાત કહી દીધી. રાજાને ગળે એ ઉતર્યું નહિ. તેને બીજા ચાર પ્રધાને હતા. મહા કપટી ને ખુશામતીઆ. રાજાએ તેમને અભિપ્રાય પૂછયે. એટલે તેઓ બોલ્યા: એવી સતી હોઈ શકે જ નહિ. એ બધાં સ્ત્રી ચરિત્ર છે. જે આપની આજ્ઞા હેય તે તેનું પારખું કરી બતાવીએ. રાજા કહે, “હા, તેનું પારખું કરે.”
તે ચારે જણું છેલબટાઉને વેશ પહેરી ગામમાં આવ્યા. કોઈ દૂતી જોડે શીલવતીને ભેટે મોકલાવી પ્રેમની માગણી કરી. શીલવતી સમજી કે આ તે સ્વામીની ગેરહાજરીમાં મારી પરીક્ષા કરવા આવ્યા લાગે છે. માટે એમને પુરેપુરે ચમત્કાર બતાવે. તેણે દૂતીને. જવાબ આપે. જે એક લાખ ટકા ધન આપવા તૈયાર હોય તો આજથી પાંચમા દિવસે વારા ફરતી અકેક પહાર આવવું પેલાએ તે કબુલ કર્યું. અહીં શીલવતીએ ઘરની વચ્ચે પલંગ જેવડે ખુબ ઊંડે ખાડે ને ઉપર પાટી વિનાનો પલંગ મૂકી મેટી ચાદર બિછાવી. પાંચમા દિવસે રાત પડી ને પહેલે પહેર થયે એટલે એક જણ લાખ ટકા લઈને આવ્યો. શીલવતીએ તેની ધનની પટલી લઈને કહ્યું: પધારે, પધારે, અહીં બિરાજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com