________________
સરસી મુકેલી એટલે બે હાથે પકડી. જ્યાં તે એક પગથીયું ચઢયે કે વાણુઆએ કહ્યું: તારે ઠરાવ પૂરે થયે. તે બે હાથે પહેલાં નીસરણી પકડી છે. માટે તે લઈ જા. પેલા ભાઈ બરાબર ફસાઈ ગયા ને નીસરણું લઈને વિદાય થયા.
અજિતસેનની બુદ્ધિ જોઈ રાજાએ તેને પ્રધાન બનાવ્યું. હવે રાજાના કામકાજમાં અજિતસેન ખુબ ગુંચવા. બરાબર ઘરમાં ધ્યાન આપી શકે નહિ. આ જોઈ એક વખત શીલવતીએ કહ્યું: સ્વામીનાથ ! તમારી ઘરમાં ખુબ ગેરહાજરી રહે છે ને ઘણું માણસે કામ માટે અહીં આવે છે. તે કઈ દિવસ મારા પર શંકા થશે. માટે હું એક કમળનું ફૂલ આપું છું. તે જ્યાં સુધી તાજું ને તાજું રહે ત્યાં સુધી આપે સમજવું કે મારું શિયળ અખંડ છે. ને જો એ કરમાય તો સમજજે કે મારું શિયળ ભંગ થયું છે. અજિતસેન એ કમળ લઈ ખુબ આનંદ પામે. હંમેશાં એવું ને એવું કમળફૂલ જોઈ વિચારવા લાગ્ય: અહા! શિયળને શું મહિમા છે! આ કુલ જે ગરમ શ્વાસ અડતાં કરમાય તે પણ શિયળના પ્રભાવથી કરમાતું નથી! ખરેખર ! આવા બનાવો બીજા પણ કયાં બન્યા નથી? સતી સુભદ્રાએ શિયળના પ્રભાવથી કાચા સુતરના તાંતણે ચાળણુ વડે જળ કાઢી ચંપા નગરના દરવાજા ઉઘાડયા હતા. સુદર્શન શેઠને શુળી પણ સિંહાસન બની હતી. સતી સીતાને ચિતા પણ અડી શકી ન હતી. આમ શિયળના પ્રભાવથી જ બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com