________________
નદી ઉતરતાં મેજડી ન કાઢી તેનું કારણ એ હતું કે અણજોયા મારગે અડવાણા પગ કેમ મૂકાય. ત્યાં કાંકરા હિય તે વાગે. અને મેજડી તો સુકવી નંખાય ને બહુ થાય તો નવી પણ લવાય. કાંઈ પગ નવા લવાય નહિ. સુભટે ઘા ઘણા ખાધા હતા પણ તે પીઠ પર. બહાદુર ત્યાં ઘા ખાય નહિ. માટે તે નક્કી કાયર હશે. જંગલમાં શૂન્ય દેવાલય હોય તે ચાર કે વ્યભિચારીને રહેવાનું ઠેકાણું હેય. ને શહેર ગમે તેટલું મોટું હતું પણ ત્યાં કોઈ આપણું નેહી ન હતું એથી નિર્જન અરણ્ય જેવું કહ્યું, પેલું ગામડું હતું પણ તેને વાસ શ્રેષ્ઠ એટલા માટે કહ્યો કે ત્યાં મારા મામા વાસ કરતા હતા. તેઓએ આપણે કેટલી આગતા સ્વાગતા કરી? વડની હેઠે નહિ બેસતાં રથની છાયામાં બેસવાનું કારણ એ હતું કે ત્યાં ઘણું પંખી બેઠાં હતાં. તે માથા પર ચરકે એથી રથની છાયામાં બેસવુંજ સારૂં.”
શેઠ આ બધું સાંભળી પોતાની ટુંકી બુદ્ધિ માટે ખેદ પામ્યો ને શીલવતી માટે તેના મનમાં પૂજ્યભાવ પેદા થા.
હવે ગામમાં પેસતાં તેતર બોલ્યું. તેથી શીલવતીએ અનુમાન કર્યું કે નક્કી મારી કીર્તિ ઘણી વધશે. રથ જ્યારે ઘર આગળ આવ્યા. ત્યારે અજિતસેન શીલવતીને આવેલી જોઈ ક્રોધાયમાન થયે ને પિતાને કહેવા લાગ્યા: તમે એને કેમ પાછી લાવ્યા? એના મીઠા મીઠા વચનથી ભોળવાઈ ગયા કે શું? શેઠ કહે “એતો સરસ્વતી અને લક્ષમીનું સ્વરૂપ છે, આપણા ઘરની કુળ દિપીકા છે. એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com