________________
રહ્યું હતું. તેમને થતું હતું કે પતિ સર્વ રીતે ચેાગ્ય મળ્યે છે એટલે દંપતિનું જોડકું સુખી થશે ને મારૂં હૈયું ઠારશે.
શીલવતી સ્ત્રીની ચાસઠ કળામાં નિપુણ હતી. ઉપરાંત શુકનશાસ્ત્રને તેણે ગજબ અભ્યાસ કર્યો હતા. ત્રણ પ્રકારના શુકનને તે જાણતી હતી; ક્ષેત્રિક, યાત્રિકને આગંતુક. ક્ષેત્રિક શુકનના જ્ઞાને કરી અમુક ઠેકાણે અમુક જાતનું પક્ષી કે પ્રાણી છે, તે અમુક ખેલે છે, તેનું શું ફળ મળશે, તે જાણી શકે. યાત્રિક શુકન ઉપરથી માર્ગ માં ચાલતાં ડાખી બાજુએ કે આગળ પાછળથી અમુક જાનવર ગયું કે અમુક હાવભાવ કરતા માણસ ગયા તેનું શું ફળ મળશે તે જાણી શકે. અને આગંતુક શુકનથી અમુક દિશામાં અમુક અનાજ અન્યા, અમુક અમુક કામ થયું, તેનું શું ફળ મળશે તે જાણી શકે.
શીલવતીએ સાસરે આવતાં ઘરના બધા ભાર ઉપાડી લીધેા ને સાસુ સસરાનાં નેત્ર ઠર્યા. પેાતાના પતિને તા તે આંખની કીકી સમાન થઈ પડી. આવતી વહુ આટલે પ્રભાવ પાડે એ અસાધારણુ તેા ખરૂ જ ને !
એક વખત શીલવતો પેાતાના શયનાગારમાં સૂતી છે. તે વખતે શીયાળીઆંના અવાજ સાંભળ્યેા. પશુ ૫ક્ષીની મેલીને ભાવાર્થ તે સારી રીતે સમજી શકતી. એટલે તેના એલવાના અર્થ સમજી ગઈ કે પ્રવાહમાં એક મડદું' તણાતું આવે છે. તેની કેડે પાંચ ક્રોડના પાંચ રત્ન છે. જેને લેવાની ઈચ્છા હાય તે આવે ને મડદુ મને આપી ધન લઇ લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com