________________
સાચા શણગાર—શીલ.
: ૧ :
શીલવતીને સાસરે વળાવતાં જિનદત્તશેઠની આંખમાં આંસુ આવ્યાં. જાણે તેમના જીવનનું અમુલ્ય ધન કોઈને આપી દેવું પડતું હાય એમ તેમને લાગ્યું, જો તેમનું ચાલતું હેાત તેા તે શીલવતીને કદી છૂટી પાડવાના વિચાર સરખા પણુ ન કરત. પરંતુ દુનિયાની રીત એવી છે કે પુત્રી ચેાગ્ય ઉ ંમરની થાય એટલે સાસરે જાય, પછી તે ગમે તેવી ગુણિયલ ને ઘરના શણગાર રૂપ હાય.
શીલવતીના શિક્ષણ પાછળ જિનદત્ત શેઠે અઢળક ધન બચ્યું હતું. તે જાણતા હતા કે પુત્ર જેટલી પુત્રીને પણ શિક્ષણની જરૂર છે. અથવા એક રીતે પુત્ર કરતાં પુત્રીને શિક્ષણની વધારે જરૂર છે; કારણકે ભવિષ્યની તે ગૃહલક્ષ્મી છે. કુટુંબનાં સુખદુઃખના આધાર તેના શીલ પર રહેવાના છે. ભવિષ્યની પ્રજા એના ખેાળામાં ઉછરવાની છે. એથી શીલવતીને અનેક કળાઓ શીખવી હતી. ઉપરાંત એનું શીલ (ચારિત્ર) ઘડવામાં ખાસ લક્ષ આપ્યું હતું. શીલવતીના વિનય ને શીલવતીની વિદ્યા, શીલવતીનું રૂપ ને શીલવતીનું વય એ બધું જોતાં જિનદત્ત શેઠને આવી લાગણી થાય એ સહજ હતું, પરંતુ એ દુ:ખની ઉંડાણમાં એક સુખ રત્ન ધીમા પ્રકાશ ફેંકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com