________________
તેણે એક કરંડિયે (પેટી) લીધે ને માંહી મહા મૂલ્યવાળાં પાંચ રત્ન મૂકયાં. પછી આજુબાજુ સેનાનાં ને ઉપર રૂપાનાં ઘરેણું મૂક્યાં. કરંડિયે એવી રીતે તૈયાર કરી છાને માનો તે વસુદત્તને ત્યાં ગયે ને કહ્યું: આ એક કરંડિયે સાચવજે. વસુદતે કરંડિયે ઠેકાણે મૂક્યું.
સેમદેવે તે ભારે સફરે કરી. અનેક બેટ ને અનેક જાતનાં લેકે જોયાં. તેમના જુદા જુદા રીતરીવાજે જોયા ને વેપાર કરવાની રીતે જોઈ. પોતે પણ ખુબ બાહોશી બતાવી બંધ કર્યો. તેમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું. લાંબી સફરો પછી જ્યારે ઘર તરફ વળવાને માણસને વિચાર થાય છે, ત્યારે તેના મન પર જુદી જ અસર થાય છે. સમદેવને પિતાનું ઘર, પિતાનું કુટુંબ, પિતાનો મિત્ર સાંભ. પિતાનું ગામ ને પિતાના નેહીઓ સાંભર્યા. એમને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ ને વહાણ ઘર ભણી હંકાર્યા.
કુદરતની શોભા જેવાના રસિયા શેઠ દરિયાનાં મોટાં મેજાએ જુએ છે, દૂર દૂરના બેટે નિહાળે છે, ખલાસીઓ ગાનતાન કરતા હલેસાં મારે છે ને ખારવાઓ સઢ સંભાળે છે. સુકાનીઓ સુકાન ફેરવે છે ને માંજરીઓ ઉચે ચડી મારગ જુએ છે. એવામાં એક માંજરીએ બૂમ પાડી. કેઈ જહાજ આ તરફ ધસ્યું આવે છે. એના દેખાવપરથી એ વેપારી જહાજ લાગતું નથી. શેઠ કહે, “બધા સાવધાન થાવ. ગાનતાન મૂકી દે. નક્કી એ દરિયાના લુંટારા હશે.” વાત સાચી નીકળી. વહાણ પાસે આવતાંજ હલ્લો થયે. શેઠના નેકરે બહાદુરીથી લડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com